Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

તીર્થોત્તમ ધામ મણિનગરમાં યુગદ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું ૭૭ વર્ષ પહેલાં શુભાગમન - મણિનગર મંદિરનો મંગલારંભ : કારણ સત્સંગના કેન્દ્ર સ્થાન સમા મણિનગરનો વિશ્વ વ્યાપી પ્રચાર અને પ્રસાર

સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના ચતુર્થ વારસદાર આર્ષદ્રષ્ટા યુગદ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપા આજથી બરાબર ૭૭ વર્ષ પહેલાં વિક્રમ સંવત ૧૯૯૯ ના શ્રાવણ વદ પાંચમ - નાગપાંચમ, તારીખ ૨૦-૦૮-૧૯૪૩ ને શુક્રવારના શુભદિને મણિનગર પધાર્યા.

આગલા દિવસે રાત્રે સ્વામીબાપા ચાલી જેવી ત્રણ ઓરડીએ આવી ઉતારો કર્યા બાદ સંતો સહિત સવારે વહેલા જાગ્રત થઇ નિત્ય કર્મથી પરવાર્યા. પછી ત્રણેય ખંડો જોતાં કોલસાનો ભરેલો એક કોથળો મળ્યો. ગયાસતેલનો ખાલી ડબ્બો પણ હાથ આવ્યો.

કોલસાના કોથળાનેછોડતા વીંછી નીકળ્યા.આમ તો આજે શ્રાવણ વદ પાંચમનાગપંચમી હતી, છતાં વીંછીએ દેખા દીધા. વીંછી હાથે ચડ્યા ખરા પણ કરડ્યા નહીં. હાથ ખંખેર્યા પછી તો વીંછીની સરસ મજાની હરોળ થઈ ચાલવા લાગી. જાણે કે ઝવેરાત ભરેલા ગાડાં  ચાલ્યાં. સનાતનધર્મસમ્રાટ શ્રી મુક્તજીવન સ્વામીબાપા કહે, વીંછી નથી, તો ધન ઊભરાય છે ધન. ધન- દોલતનાં ગાડાં છે. ત્રણ ઓરડામાં પૂર્વ બાજુનો જે ખંડ હતો (અત્યારે સંતોનો કોઠાર છે) તેમાં રસોડું કર્યું. તે ઓરડાની પાછળના ભાગમાં એક નાનો કુવો હતો. (અત્યારે કોઠારના ભોંયરામાં તે કૂવાને દાટ્યા વિના ખૂણામાં થોડી જગ્યા વાળી લીધી છે. ભોંયરું નાનું રાખ્યું છે. ભોંયરાની દીવાલને અડીને અંદર ગોળાકારમાં કૂવાની ઈંટોવાળી દિવાલ છે.)  તે કૂવામાંથી પાણી ખેંચવા એક ડોલ અને દોરડુ  હતું.

તે દિવસો ચોમાસાના હતા, તેથી દૃશ્ય રળિયામણુ લાગતું હતું. ચારેબાજુ લીલાંછમ આંબાના વૃક્ષો અને આજુબાજુ જુવાર હતી. દક્ષિણ દિશામાં (અત્યારના બાઈઓના મંદિર પાસે વાઘરી લોકોના ઝૂંપડાં હતાં અને ચીભડાં શાકભાજી ઊગેલાં હતા. મંદિરની પશ્ચિમ બાજુએ (અત્યારે સભામંડપ - બ્રહ્મમહોલ છે) કેડ સમું પાણી ભરાઈ તેવું તળાવ હતું. જ્યારે પૂર્વ બાજુએ શ્રી અબજીબાપાશ્રી વિશ્રાંતિ ગૃહ છે તેની પાછળ) લગભગ માથોડું પાણી ભરાઈ  તેવું તળાવ હતું અને ત્યાં બાવળિયાનાં વૃક્ષો ઊભાં હતાં. તે વૃક્ષોમાં વાંદરાનાં ટોળાં નિવાસ કરીને રહેતાં. ગામડાના ખેતરોમાં જાણે કે મંદિર ના હોય એવો ભાસ થતો હતો. ચોતરફ અવલોકન કર્યા પછી સ્વામીબાપાએ નજીકમાં રહેતા શ્રી ચંદ્રશંકરભાઈ દ્વિવેદીના બંગલેથી (ઘનશ્યામ વિલા) શ્રી સહજાનંદ સ્વામી મહારાજનાં પુષ્પ સૂંઘતા મૂર્તિ લઈ આવવા પડીને મોકલ્યોઅને સાથે આવેલા હરિભક્તને શેઠ શ્રી બળદેવભાઇના બંગલેથી બાપાશ્રીનાં મૂર્તિ લઇ આવવા રવાના કર્યા. બંને તરત મૂર્તિઓ લઈને આવ્યા. ચંદ્રશંકરના બંગલેથી પગી બધા માટે ખીચડી પણ ફાંટમાં લઇ આવેલો. બાપાએ ભગવા વસ્ત્રની ઝોળી બનાવી તે ખીચડીને ધોઈ સંતો પાસે કેરોસીનના ડબ્બાને અડધો કાપી સાફ કરાવીને બહારથી અને તળિયે પણ માટીનો લેપ કર્યો અને ખીચડી તેમાં પણ પકાવવા મૂકી. ચાલી જેવી ત્રણ ઓરડાની  સામે બંગલા ઘાટનું મંદિર હતું. મંદિર અને ઓરડી વચ્ચે ખાડો હતો. (અત્યારે ભોંયરું બનાવી લોખંડનું સામાન રાખ્યો છે. ) બંગલાકાર મંદિરમાં એક વિશાળ ઓરડ હતો. તેમાં માત્ર ભગવાનને પધરાવવા એક ઓટલો હતો. વિશાળ ખંડનેબે બાજુ દ્વાર હતા. એક બારણું ત્રણ ઓરડી  બાજુ, સંતો હરિભક્તો માટે.... જ્યારે બીજું બારણું રેલવે પાટા  તરફનું હતું. તે બાઈઓ માટેનું હતું. પાંચ બારીઓ હતી. એક ઉત્તર બાજુ, બે દક્ષિણ દિશામાં અને બે પૂર્વે  ભાગમાં. માત્ર પાંચ-સાત પગથિયાં ચઢવા પડે તેટલી ઉંચાઈએ મંદિર હતું. ખીચડીને રસોઈ શરૂ કરાવીને સ્વામીબાપા બંગલાકારના મંદિરમાં પ્રવેશ્યા. જ્યાં મૂર્તિઓ પધરાવવાની હતી,

તે ભકિતભાવે તેના ઉપર મસ્તક થાળી શ્રીજીમહારાજનું ધ્યાન કર્યું. આવાહન સાથે મૂર્તિઓ પધરાવી શ્લોકોનું ગાન કર્યું. મહાપૂજા પણ આરંભી. તેમાં મહદ અંશે આંબાનાં પાન હતાં. પરંતુ ભાવોર્મી ઘણી હતી. ખીચડીમાંથી થોડા ચોખા વધાવવા કાઢી લીધા હતા, તે અક્ષત મંત્રોચાર સાથે અંજલિ અર્પણ કરી. કંકુ અને ચંદનની ગોટીઓ તો સંતો પાસે  વિશેષ હોય . તે કંકુ ચંદન ચંદનથી ચાંદલા કર્યા ને ભગવાનને વધાવ્યા. મહાપૂજાના શ્લોકો અને જનમંગલ સ્તોત્ર તો સ્વામીબાપાને કંઠસ્થ હતા . સ્વામીબાપાએ મંત્રોચ્ચાર તથા યથામિલિત દ્રવ્યોપચારથી  મહાપૂજા પૂરી કરી હતી. સંવત ૧૯૯૯ શ્રાવણ વદ ને શુક્રવાર, તારીખ ૨૦--૧૯૪૩ના શુભ દિને મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે હવે અન્નકૂટ ધરાવવાનો હોય પરંતુ આજે અન્નકૂટ નહોતો, માત્ર હતી ખીચડી! ખીચડીને મુકવા માટે થાળ નહોતો, તેથી પતરાવળામાં ખીચડી મૂકીને મૂર્તિ સમક્ષ નૈવેદ્ય ધર્યું. *રૂડી રાંધી મેં રસિયાજી ખાંતે ખીચડી રે...*

ક્રાન્તદ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આજના  દિવસથી કારણ સત્સંગનું કેન્દ્ર સ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરનું શૂન્યમાંથી વિશાળ સર્જન કર્યું હતું જેને આજકાલ કરતાં ૭૭ વર્ષો પસાર થઈ ગયા.

(5:26 pm IST)