Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ગુરૂવારથી સુરત - દીવ - મહારાષ્ટ્ર સિવાય રાજકોટથી રાજ્યભરમાં એકસપ્રેસ બસો-રૂટો દોડતા થશે

અમદાવાદ માટે વહેલી સવારથી ૮ બસો મુકાઇ : વડોદરા માટે પણ રૂટ વધારાયો

રાજકોટ તા. ૧૦ : રાજકોટ એસટી ડીવીઝનનો તહેવારો સંદર્ભે ટ્રાફિક વધતા ધડાધડ નવી બસો - રૂટો વધારાઇ રહી છે.

વિગતો મુજબ ગુરૂવાર તા. ૧૩ના નોમથી રાજકોટ એસટી ડિવીઝન વિભાગીય કચેરીની સુચના મુજબ રાજકોટથી રાજ્યભરમાં સૌરાષ્ટ્ર - કચ્છમાં તમામ એકસપ્રેસ બસો - રૂટો શરૂ કરી રહ્યું છે.

જોકે, હાલ સુરત - દીવ અને મહારાષ્ટ્ર માટે એકસપ્રેસ બસો બંધ રખાઇ છે.

અમદાવાદનો ટ્રાફિક વધતા કુલ ૮ બસો મુકાઇ છે, જેમાં સવારે ૪ વાગ્યે, ૫.૩૦, ૬.૩૦, ૧ વાગ્યે, ૪ વાગ્યે, ૪.૪૫, સાંજે ૬ તથા રાત્રે ૮ વાગ્યે બસો ઉપડશે. આ ઉપરાંત વડોદરા માટ સવારે ૬.૧૫ વાગ્યે એકસપ્રેસ બસ શરૂ થશે.

(12:52 pm IST)