Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

પૂર્વ - મધ્ય અને ઉત્તર ગુજરાત પંથકમાં ૬ ઇંચ તો દક્ષીણ ગુજરાત પંથક માં ૨.૫ ઇંચ

રાજયના ૩૦ જીલ્લાના ૧૭૮ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદઃ આગામી ૯૬ કલાકમાં રાજયના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

(જીતેન્દ્ર રૂપારેલીયા) વાપીઃ તા.૧૦, પવિત્ર શ્રાવણ માસના સાતમ-આઠમના તહેવારો દરમ્યાન મેઘરાજા રાજયના કેટલાક વિસ્તારોમાં અનરાધાર તો કેટલાક વિસ્તારોમાં મૂંઝાઈને વરસી રહ્યા છે. ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો

 છોટાઉદૈપુર ૧૫૦ મીમી,પાદરા ૧૨૦ મીમી,નડિયાદ ૧૧૮ મીમી,તારાપુર ૧૧૨ મીમી,ખંભાત ૧૧૧ મીમી,તાલોદ ૧૧૦ મીમી,સંખેડા ૧૦૮ મીમી,પાટણ ૧૦૫ મીમી,આણંદ ૯૭ મીમી,સરસ્વતી, જાંબુદ્યોડા ૯૬-૯૬ મીમી,જેતપુર પાવી ૯૧ મીમી,ધનસુરા ૮૯ મીમી,વડગામ,બોડેલી અને હાલોલ ૮૩-૮૩ મીમી,સિદ્ઘપુર ૮૨ મીમી,પ્રાંતિજ ૭૬ મીમી,રાધનપુર અને બોરસદ ૭૫-૭૫ મીમી,વાસો ૭૪ મીમી,પેટલાદ ૭૩ મીમી,કવાંટ ૭૧ મીમી,ઊંઝા ૬ં મીમી,પાલનપુર અને મોરવા-હડફ ૬૬ -૬૬ મીમી,ઉમરપાડા ૬૫ મીમી,વાદ્યોડિયા અને ઘોઘંબા ૬૩-૬૩ મીમી,માતર ૬૨ મીમી,હારીજ ૬૦ મીમી વરસાદ નોંધાયો છે.

 આ ઉપરાંત સમી અને ઠાસરા ૫૯-૫૯ મીમી,સોજીત્રા ૫૮ મીમી,દાંતા ૫૬ મીમી,વડોદરા ૫૫ મીમી,સુઈગામ અને સોનગઢ ૫૨-૫૨ મીમી,દિયોદર ૫૧ મીમી,અમીરગઢ અને વડનગર ૫૦-૫૦ મીમી,હિંમતનગર ૪૮ મીમી,વિજયનગર ૪૬ મીમી,માંડવી ૪૪ મીમી,ખેડબ્રહ્મા ૪૩ મીમી,ડીસા ૪૨ મીમી,કાંકરેજ,મહેસાણા અને ગાંધીનગર ૪૧-૪૧ મીમી,દાંતીવાડા અને ખેરાલુ ૪૦-૪૦ મીમી,ધોળકા અને ગોધરા ૩૯-૩૯ મીમી,દહેગામ અને કલોલ ૩૮-૩૮ મીમી,મહુધા અને દેસર ૩૭-૩૭ મીમી, ગલતેશ્વર અને સાવલી ૩૬-૩૬ મીમી વરસાદ નોંધાયો છે.

 તેમજ ઓલપાડ ૩૫ મીમી,વ્યારા ૩૪ મીમી,માલપુર ૩૩ મીમી,લખતર અને ઉમરેઠ ૩૨-૩૨ મીમી,ખેડા ૩૧ મીમી,કપડવંજ અને મહેમદાવાદ ૩૦-૩૦ મીમી,વિસનગર અને બાયડ ૨૯-૨૯ મીમી,ઇડર અને આંકલાવ ૨૮-૨૮ મીમી,માંગરોળ ૨૭ મીમી,જોટાણા ૨૬ મીમી,પોસીના અને સહેરા ૨૫- ૨૫ મીમી,માણસા ૨૪ મીમી,ઉચ્ચલ ૨૩ મીમી,વિજાપુર અને અમદાવાદ સીટી ૨૨-૨૨ મીમી,મોડાસા ૨૦ મીમી વરસાદ નોંધાયો છે.સાથે રાજય ના ૯૫ તાલુકાઓ માં ૧ મીમી થી લઇ ૨૦ મીમી નો વરસાદ નોંધાયો છે.

 આજે સવારે ૦૮ કલાકે ઉકાઈ ડેમ ની જળ સપાટી ૩૨૯.૩ા ફૂટે પોહોચી છેે. ડેમમાં ૧,૦૦૦ કયુસેક પાણી નો ઇન્ફ્લો સામે ૧,૦૦૦ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે.  દમણગંગા ના મધુવન ડેમ ની જળસપાટી આજે સવારે ૯ કલાકે સતત વધી ને ૭૪.૯૫ મીટરે પોહોંચી છે..ડેમ માં ૫૪૩૧ કયુસેક પાણી ના ઇન્ફ્લો સામે ૯૮૮ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે.

 હવામાન ખાતે કરેલી આગાહી અનુસાર આગામી ૯૬ કલાકમાં સંઘ પ્રદેશના દીવ-દમણ અને દાદરા નગર હવેલી સહીત રાજયના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે વહીવટી તંત્ર સતત અલર્ટ બન્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે ઉત્ત્।ર ગુજરાત ના કેટલા વિસ્તારો પર મેઘરાજા વરસી રહ્યા છે.

(12:51 pm IST)