Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

આતંકવાદીઓ-ડ્રગ્સ માફીયાઓ પગ મુકશે તે સાથે જ તેના ફોટાઓ ચમકશે,કંટ્રોલ રૂમ બીપ બીપ અવાજથી ગુંજી ઉઠશે ફેઇસ રેકોગ્નાઇઝ ક્રિમીનલ સિસ્ટમનો

ફેઇસ રેકોગ્નાઇઝ ક્રિમીનલ સિસ્ટમનો ગુજરાતભરમાં અમલ કરતા પહેલા ગુપ્તચર વડા અનુપમસિંહ ગેહલોત-વડોદરા ડીસીપી સંદીપ ચૌધરી ટીમ દ્વારા ફાઇનલ ચકાસણી કાર્ય સફળતાપૂર્વક સંપન્ન

જરાતભરમાં અમલ કરતા પહેલા ગુપ્તચર વડા અનુપમસિંહ ગેહલોત-વડોદરા ડીસીપી  સંદીપ ચૌધરી વિગેરે દ્વારા ફાઇનલ પરીક્ષણ કરી લીલીઝંડી અપાઇ તે પ્રસંગની તસ્વીરો.

રાજકોટ, તા., ૧૦: પોલીસના રેકોર્ડસમાં રહેલા વિવિધ સંગઠનોના આતંકવાદીઓ,  સ્લીપર સેલના સભ્યો, ડ્રગ્સ માફીયાઓ અને કુવિખ્યાત ગુનેગારો જે તે શહેરમાં વેષ બદલીને પ્રવેશે તો પણ તેમને ઓળખી કાઢી, કંટ્રોલ રૂમને સાવધ કરી દેતા 'ફેઇસ રેકોગ્નાઇઝ  ક્રિમીનલ ઇન્વેસ્ટીગેશન સીસ્ટમ'ને ગુજરાતમાં કાર્યરત કરવાના અનોખા પ્રોજેકટની ટેસ્ટીંગ કામગીરી ગુજરાતના ગુપ્તચર વડા અનુપમસિંહ ગેહલોતને સુપ્રત થયાના પગલે વડોદરા પોલીસ કંટ્રોલ રૂમમાં આવી ટેસ્ટીંગ કામગીરીનું સફળતાપુર્વક કાર્ય સંપન્ન થયાનું ટોચના સુત્રોએ અકિલાને જણાવ્યું છે.

અનુપમસિંહ ગેહલોત વડોદરા પોલીસ કમિશ્નર હતા તે સમયથી જ તેઓના એન્જીનીયરીંગ અને ટેકનીકલ નોલેજને ધ્યાને લઇને આ મહત્વની કામગીરી સુપ્રત કરવામાં આવી હતી. આ મહત્વના પ્રોજેકટમાં  તેઓની મદદમાં વડોદરાના ડે.પોલીસ કમિશ્નર  સંદીપ ચૌધરી ટીમ જોડાઇ હતી. આ ટીમ દ્વારા પણ ટુંકા સમયમાં આ કામગીરી પુર્ણ થાય તે માટે ભારે રસપુર્વક સમગ્ર કાર્યવાહીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

સમગ્ર સીસ્ટમ સારી રીતે કાર્યરત છે કે કેમ? તેમાં શું શું સુધારા-વધારા કરવા જરૂરી છે? તે તમામ બાબતની ડીટેઇલ નોંધ સાથેનો રીપોર્ટ રાજયના ગુપ્તચર વડા અનુપમસિંહ ગેહલોત સુપ્રત કરવાના હોવાથી તાજેતરમાં જ આવા રીપોર્ટ આપતા અગાઉ ફાઇનલ ટેસ્ટીંગ કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાત ક્રાઇમ રેકર્ડ બ્યુરો દ્વારા સેન્ટ્રલ આઇબી, સ્ટેટ આઇબી વિગેરે સાથે સંકલન દ્વારા આવા આતંકવાદીઓ, સ્લીપર સેલ, ડ્રગ્સ માફીયા વિગેરેના લેઇટેસ્ટ ફોટાઓ સીસ્ટમમાં અપડેટ કરી જે તે શહેરની સીસ્ટમમાં ફોરવર્ડ કરવામાં આવે છે. ભુતકાળમાં ગુજરાતમાં મોટી ઇવેન્ટો વખતે  ફેઇસ રેકોગ્નાઇઝ ક્રિમીનલ ઇન્વેસ્ટીગેશન સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાબરમતી રીવર ફ્રન્ટના મહાનુભાવોની ઉપસ્થિતીવાળા બંદોબસ્ત સમયે જે તે સમયે  તત્કાલીન એડીશ્નલ પોલીસ કમિશ્નર અને હાલના ભાવનગર રેન્જ ડીઆઇજી અશોક યાદવ પણ આ સીસ્ટમનો ઉપયોગ કર્યો હતો. સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ વડોદરા આવી સીસ્ટમ કાર્યરત કરવામાં ગુજરાતમાં પ્રથમ શહેર બનશે.

વડોદરામાં હાલમાં સીસીટીવી કેમેરાઓ  લગાડવાનું અભિયાન તેજ બનાવાયું છે. ૪૦૭ નવા કેમેરાઓ સાથે તુર્તમાં ૧૧૦૦ જેટલા નવા કેમેરાઓ ફીટ થઇ જશે.

(12:23 pm IST)