Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

અખબારી અહેવાલની અસર : ભુલાભાઇ સર્કલે વાહનોના ખડકલા અને ટ્રાફિક સમસયાનો અંત

લોકો સમસ્યાઓને પ્રાધાન્ય આપનાર જિલ્લા પોલીસ વડારાજદીપસિંહ ઝાલાએ ટ્રાફિકના ન્યૂસન્સ સામે લાલ આંખ કરી

(કાર્તિક બાવીશી દ્વારા  )વલસાડના ભૂલાભાઈ સર્કલની ફરતે વાહનોના ખડકલાઓનું સર્કલ બની ચૂક્યું હતું  જેને પગલે અકિલાનો સચોટ અહેવાલની નોંધ લઈ વલસાડ જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહના આદેશ આપ્યા હતા જેથી ટ્રાફિકની સમસ્યાનો આ સર્કલ પાસે અંત આવ્યો હતો.વહેલી સવારે જ થી પોલીસે માનવતાની રાહે એક વાર ચેતવણી આપી જવા દીધા હતા પરંતુ જો હવે ત્યાં કોઇ વાહનો પાર્ક કરશો દંડાત્મક કાર્યવાહી થશો.જિલ્લા પોલીસ વડાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સર્કલ પર આ દૂષણ દૂર કરવામાં આવશો તેમજ વલસાડ જિલ્લામાં પણ ટ્રાફિક બાબતે એક્શન પ્લાન બનાવવામાં આવશો.

(12:05 pm IST)