Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

દેડીયાપાડા પોલીસે કુંડીઆંબા ગામથી ૧૧,૩૦૦ રૂ.ના વિદેશી દારૂ સાથે એક ને ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : જીલ્લા પોલીસ વડા હિમકરસિંહ તથા ના.પો.અધિ.રાજેશ પરમાર નાઓએ પ્રોહી.પ્રવૃતીની બદી નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે સર્કલ પોલીસ ઇન્સપેકટર પી.પી. ચૌધરી નાઓના સુપરવિઝન હેઠળ પીએસઆઇ એ.આર. ડામોર ડેડીયાપાડા પો.સ્ટે. એ બાતમી ના આધારે સ્ટાફના પોલીસ માણસો સાથે કુંડીઆંબા ગામેથી રાજેશભાઇ કોટેસિંગભાઇ વસાવા( રહે.કુંડીઆંબા આશ્રમ ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા) ના ઘરમાંથી પ્રોહી. રેઇડ કરતા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુ વ્હીસ્કીના કાચના કવાટરીયા નંગ -૩૨ કિ.રૂ .૩૨૦૦  તથા પ્લાસ્ટીકના કવાટરીયા નંગ -૨૮ કિ.રૂ .૨૩૮૦ તથા બીયર નંગ -૧૭ કિ.રૂ .૧૭૦૦ તથા ૨૦૦૦ પ્રીમીયમ સ્ટ્રોંગ બીયર નંગ -૪૧ કિ.રૂ .૪૧૦૦  મળી કુલ કિં.રૂ .૧૧,૩૦૦  ના ઇંગ્લીશ દારુના મુદ્દામાલ સાથે પકડી લઇ પકડાયેલ રાજેશભાઇ કોટેસિંગભાઇ વસાવા ની વિરુધ્ધ દેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .

(10:57 am IST)