Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

૪૦ લાખનો ગાંજો ઝડપાયો

  અમદાવાદ-ઇન્દોર હાઇવે પરથી ૪૦૫ કિલો ગાંજો ઝડપાયોઃ એકની ધરપકડ : બે ફરાર : આઠ શખ્શો વિરુદ્ઘ ગુન્હો નોંધાયોઃ એસઓજીનો સપાટો : ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી આવ્યો હોવાનું ખુલ્યું: પોલીસે કુલ ૪૦૫ કિલો ગાંજો જેની કિંમત ૪૦ લાખ ૪૮ હજાર આંકવામાં આવી છે. ઉપરાંત રોકડ, મોબાઈલ, ટ્રક મળી કુલ ૫૦,૫૨,૫૧૦ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

 એસઓજી પોલીસે આ મામલે ટ્રકના ચાલક, દિનેશ, જાબીરહુસેન તકસીરહુસેન, જાવેદહુસેન મુકસીરહુસેન, સંતોષ, એક અજાણ્યો માણસ, તથા સંતોષના બે માણસો મળી કુલ આઠ વિરુદ્ઘ નાર્કોટીકસ ડ્રગ્સ એકટ હેઠળ ફરિયાદ નોંધી તમામ વિરુદ્ઘ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

 ટ્રક ચાલકે પોલીસને જણાવ્યુ કે,'ઓરીસ્સાથી લવાયેલ ૪૦૫ કિલો ગાંજો ઓરીસ્સાના આસ્કાથી સંતોષ નામના ઈસમે ભરી આપ્યો હતો, અને આ જથ્થો ભરેલ ટ્રક અમદાવાદથી વીસેક કિલોમીટર દૂર ઉભી રાખી તે જે માણસોને મોકલે તેને ટ્રક સોંપી દેવાનો હતો.'

(10:38 am IST)