Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ગુજરાતના ૬૦ લાખ ખેડૂતો માટે ખુશખબર

પાક. નુકસાનમાં સરકારે વધારી દીધી સહાય : ૨ના બદલે ૪ હેકટરમાં મળશે લાભ

અમદાવાદ તા. ૧૦ : ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર આવી છે. જેમાં રાજયના ખેડૂતોને પાક નુકશાનમાં રાહત આપવા મુખ્યમંત્રી નવી સહાય યોજનાની જાહેરાત કરવાના છે. ઉલ્લેખનીય છે કે જેમાં ખરીફ પાકના નુકશાનીના કિસ્સામાં હેકટર દીઠ રૂપિયા ૨૦ હજારથી વધુ વળતર આપવાની જોગવાઈ કરાઈ છે. ૫૦ ટકા સુધી અને તેનાથી વધુ નુકશાન થયું હોય તેના માટે અલગ-અલગ જરૂરી વળતર ચૂકવવામાં આવશે.

કુદરતી આફતો જેવીકે દુષ્કાળ પડવો, અતિવૃષ્ટી, અનાવૃષ્ટી, કમોસમી વરસાદ, કરા સાથે વરસાદ પડવો તેવી કુદરતી આપદાઓથી પાકને બહોળા પ્રમાણમાં નુકશાન થાય છે. ત્યારે આવી કપરી પરિસ્થિતીમાં SDRFના નિયમ અંતર્ગત વધારેમાં વધારે બે હેકટરની મર્યાદામાં રૂ ૬,૭૦ થી ૧૩,૫૦૦ સુધીની સહાય ચુકવાવામાં આવે છે.

જયારે સરકાર દ્વારા નવી જાહેર થનારી યોજનામાં આ વધીને ચાર હેકટર તેમજ હેકટર દીઠ રાહતનું ધોરણ ૨૦ હજારથી વધારે જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ નવી યોજનાનો આખરી ઓપ અપાઈ ચૂકયો છે. જેના અંતર્ગત ગત રોજ એટલેકે રવિવારે પણ પાટનગરમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની કચેરીઓ સતત ધમધમતી રહી હતી.

જયારે આ મામલે ઉચ્ચકક્ષાના અધિકારીઓના જણાવ્યા મુજબ આ યોજના એ પાક વીમા યોજનાના વિકલ્પમાં નિર્માણ કરવામાં આવ્યું છે. આ યોજનામાં ૩૦થી ૫૦ ટકા સુધી પાકની નુકશાની અને ૫૦ ટકાથી વધુ બન્નેને આ યોજનામાં આવરી લેવામાં આવ્યું છે. બન્ને તબક્કામાં નુકશાનમાં વળતર આપવાનો સિદ્ઘાંત પણ અપનાવામાં આવ્યો છે.

આ યોજનાને સરકારના મહેસૂલ વિભાગના રાહત આપત્ત્િ। નિયમકમાં સમાવેશ નહી કરવામાં આવે, જયારે આ યોજનાને ખેત નિયામકનાં અતર્ગંતમાં અમલમાં મૂકવામાં આવશે.

(10:06 am IST)