Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

આજે શીતળા સાતમ : ટાઢુ ભોજન આરોગવાની પરંપરા

મહિલાઓ દ્વારા શ્રી શિતળા માતાનું પૂજન - અર્ચન, શ્રીફળ, કુલેરની પ્રસાદી અર્પણ

રાજકોટ તા. ૧૦ : જન્માષ્ટમી પર્વનો પ્રારંભ થઇ ગયો છે. બુધવારે શ્રી કૃષ્ણ જન્મોત્સવ સાથે જન્માષ્ટમીની સાદાઇથી ઉજવણી કરવામાં આવશે.

જન્માષ્ટમી પર્વ અંતર્ગત આજે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઘરના ચુલ્લા ઠારીને ટાઢુ ભોજન આરોગવાની પરંપરા છે.

જપ,ઙ્ગતપ અને વ્રતનો મહિનો એટલે શ્રાવણઙ્ગમહિનો. શ્રાવણઙ્ગમહિનામાં એક પછી એક વ્રત અને તહેવારો આવતા રહે છે. સોમવારે શ્રાવણ વદ સાતમના દિવસને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે.

વિરમગામ, માંડલ, દેત્રોજ રામપુરા પંથકમાં સાતમનાં દિવસે મહિલાઓ શીતળા માતાજીને શિષ ઝુકાવી પોતાના નાના સંતાનોનાં સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી એક દિવસનાં એકટાણા, ઉપવાસ કરશે. શ્રાવણ મહિનામાં આવતી શીતળા સાતમનું વ્રત બહેનો તેમના સંતાનોના સુખાકારી માટે રહેતા હોય છે. લોકો આખો દિવસ ઠંડુ ભોજન આરોગશે. વિવિધ મંદિરોમાં બહેનો શિતળા માતાજીને દિવો પ્રગટાવી, શ્રીફળ, કુલેરની પ્રસાદી ધરાવી પૂજન અર્ચન કરશે.

શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધનપૂજા અને કર્મપૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજીને પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશકિત શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ માતાજી કરાવે છે. શ્રાવણ વદ સાતમના દિવસે  સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે. પ્રાતઃકાળે ઊઠી નાહીધોઈ પવિત્ર થઈ,ઙ્ગમાં જગદંબાની પૂજા કરી ટાઢું ખાય છે. દુઃખમાંથી મુકિત મેળવીને જીવનમાં શીતળતાની પ્રાપ્તિ કરવા માટે શ્રાવણ વદ સાતમના રોજ શીતળા માતાની પૂજા કરીને ભકતો સુખી જીવનની મનોકામના કરે છે તેવી લોકોની શ્રધ્ધા છે.

(11:12 am IST)