Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

નકલી સીબીઆઈ અધિ.ને અસલી CBIએ ઝડપી લીધો

૭૭ કરોડ ભરપાઈ ન કરવા પડે તે માટે બન્યો હતો નકલી સીબીઆઈ ઓફિસર

અમદાવાદ, તા. ૯ : અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીને મુંબઇ CBIએ ઝડપી પાડ્યો છે.મહેન્દ્ર ચોપરા નામનો આરોપી નકલી CBI ઓફિસર બનીને ફરતો હતો. જેના માટે તેણે CBIનું નકલી કાર્ડ પણ બનાવ્યું હતું. આરોપી મહેન્દ્ર ચોપરા કેટલાક જાણીતા નેતાઓ સાથેના ફોટોગ્રાફ લોકોને બતાવીને તોડ પાડતો હતો અને રોફ જમાવતો હતો જોકે મુંબઇની અસલી સીબીઆઈ ને મહેન્દ્ર ચોપરાની જાણ થતા તેને ઝડપી લીધો હતો.

          જોકે આરોપી નવરંગપુરા પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી હોવાનું જાણવા મળતા તેનો ટ્રાન્સફર વોરંટ દ્વારા કબજો મેળવીને નવરંગપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે આરોપી મહેન્દ્ર ચોપરા ૧૩ હજાર ૮૦૦ કરોડના કૌભાંડી મહેશ શાહનો અંગત મિત્ર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અગાઉ મહેન્દ્ર ચોપરાના નિવાસસ્થાને IT વિભાગે દરોડા પાડ્યા હતા અને પેનલ્ટીના ભાગરૂપે ૭૭ કરોડ ભરપાઈ કરવા ITએ આદેશ કર્યો હતો જોકે રૂપિયા ન ભરવા પડે તેથી મહેન્દ્ર ચોપરા ગુજરાત છોડીને મુંબઇ ભાગી ગયો હતો.

(8:46 am IST)