Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં એકસાથે 15 મકાનો : અને જૈન દેરાશરના તાળા તૂટ્યા: ચોર ટોળકીને ફોગટફેરો

ચોર ટોળકી કોઈ જાણભેદુ હોવાની ગ્રામજનોમાં શંકા

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ડાલવાણા  ગામમાં ગત રાત્રે  એકસાથે ૧૫ બંધ મકાનો અને જૈન દેરાસરના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે મકાન માલિકો ધંધા અર્થે બહાર રહેતા હોઇ તસ્કરોના હાથે કંઈ ખાસ આવ્યું ન હતું. અલબત્ત બંધ મકાનમાં પડેલ માલમત્તાની ચોરી કરી પલાયન થયા હતા.

આ અંગેની વિગત મુજબ ગામમાં તસ્કરો શુક્રવારે રાત્રે 15 મકાનો તેમજ એક જૈન દેરાસર માં ઘૂસ્યા હતા. ચોરી નો પ્રયાસ કરાયો હતો પરંતુ મકાન  બંધ હોવાથી ચોરોને વિલા મોઢે પાછા ફરવુંપડ્યું હતું 

બંધ મકાનમાં પડેલ માલ મત્તા સાથે અંદાજીત 15 થી 20 હજારની ચોરી કરી રફૂચક્કર થઈ ગયા હતા.

  ડાલવાણા ગામમાં છેલ્લા ચારથી પાંચ મહિનામાં ત્રીજી વાર બંધ મકાનના તાળા તોડી ચોરી નો પ્રયાસ કરાયો છે.

  શુક્રવાર ની રાત્રે જૈન, રાજપૂત સહિત બંધ મકાનના તાળા તોડી ને ઘરમાં પ્રવેશ કરી ચોરી નો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. વારંવાર ડાલવાણા ને નિશાન બનાવતા ચોર ટોળકી કોઈ જાણભેદુ હોવાની ગ્રામજનોમાં શંકા ઉપજ છે. પોલીસ દ્વારા ડાલવાણા માં પેટ્રોલીંગ શરૂ કરાય તેવા લોકો ઇચ્છે રહ્યા છે.

(9:51 pm IST)