Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

બે દિવસ ભારે વરસાદની આગાહીના પગલે મહેસાણામાં તંત્ર સાબદુઃ અધિકારીઓને સ્‍ટેન્ડ ટુ રહેવા આદેશ આપતા કલેકટર

મહેસાણા: રાજ્યમા મેધમહેર યથાવત છે ત્યારે મહેસાણા જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં આગામી 2 દિવસ શનિવાર-રવિવારે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જેને લઇ મહેસાણા વહીવટી તંત્ર રહ્યા અધિકારીઓને હેડક્વાટર ન છોડવા આદેશ કર્યો છે.મહત્વનું છે કે, મહેસાણા જીલ્લામાં શુક્રવારથી શરૂ થયેલો વરસાદ અત્યાર સુધી 46.45 ઇંચ વરસી ચુકયો છે. તકેદારીના પગલારુપે અધિકારીઓ સહિત તંત્રને સ્ટેન્ડ ટુ રહેવા અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડે આદેશ જારી કર્યા છે.

મહેસાણા જીલ્લામાં શુક્રવારથી શરૂ થયેલા વરસાદથી ખેડુતોના ચહેરા ઉપર ચમક આવી છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે આગામી બે દિવસ મહેસાણા જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઇ છે, જેના કારણે આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહેસાણા જીલ્લા કલેકટર દ્વારા લાગતા વળગતા અધિકારીઓને અતિભારે વરસાદની આગાહીને લઇ હેડક્વાટર ન છોડવા આદેશ કર્યો છે. મહત્વનું છે કે, મહેસાણા જીલ્લામાં શુક્રવારથી શરૂ થયેલો વરસાદ અત્યાર સુધી 46.45 ઇંચ વરસી ચુકયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા મહેસાણા જીલ્લામાં અતિ ભારે વરસાદને લઇ તંત્ર પણ દોડતુ થયુ છે.

(6:05 pm IST)