Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

આજે અમદાવાદમાં ૧૦ ઈંચની આગાહી

સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, સેલવાસ, વડોદરા, ગાંધીનગરમાં પણ અતિભારે વરસાદ પડશે : હવામાન ખાતુ

અમદાવાદ : હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત તેમજ બંગાળાની ખાડીના ઉત્ત્।ર પશ્યિમ, દક્ષિણ છત્ત્િ।સગઢ અને દક્ષિણ ઓડિશામાં સાઇકલોનિક સરકયુલેશન સિસ્ટમ્સ  સર્જાતા  મોડી રાતથી એકધારા પડેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત ગુજરાતના અનેક વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, સેલવાસ, દાદરાનગર હવેલી, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, અમરેલી, ભાવનગરમાં સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમજ ઉત્ત્।ર ગુજરાતમાં પણ સાર્વત્રિક હળવોથી મધ્યમ-ભારે તેમજ કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શકયતા છે. જેમાં અમદાવાદ સહિત કેટલીક જગ્યાએ ૧૦ ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. દરિયાકિનારાના વિસ્તારોમાં પવનની ગતિ ૫૦ કિ.મી. થી વધારે રહેશે.

આ ઉપરાંત આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જયારે અમદાવાદ સહિત ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

(3:31 pm IST)