Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

વડોદરામાં ફરી પૂરની સ્થિતિઃ વિશ્વામિત્રી ૨૭ ફૂટ નજીક

છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદઃ આજવા સરોવરમાં સતત પાણીની આવક : નિચાણ અને નદી કાંઠા વિસ્તારોમાં પાણી ઘુસતા ૧૫૦૦ લોકોનું સ્થળાંતરઃ રાતથી વરસાદ બંધ

રાજકોટ, તા. ૧૦ :. છેલ્લા બે દિવસથી મધ્ય ગુજરાતમાં પડેલા ભારે વરસાદ અને અન્ય મોટી નદીઓમાંથી છોડતા પાણીને પગલે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોની કફોડી સ્થિતિ નિર્માણ પામી છે.

ગત અઠવાડીયે ભારે પૂરની સ્થિતિમાંથી બહાર આવતા વડોદરામાં ફરી પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે. આ વર્ષે ભારે વરસાદ ન હોવાથી લોકો સરકારી તંત્રને રાહત છે છતા પૂરની સ્થિતિને પહોંચી વળવા અત્યારથી જ તમામ સ્તરના પગલા લેવાય રહ્યા છે.

આજવા ડેમની સપાટી ૨૧૩ ફૂટ થઈ અને પાણી છોડવાનુ શરૂ કરાતા વિશ્વામિત્રી નદી ૨૬.૫૦ ફૂટથી આગળ વધી ૨૭ નજીક સરકી છે.

વડોદરા શહેરમાં મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરને કારણે શ્રી પરશુરામ ભઠ્ઠા, પેન્શનપુરા, જલારામનગર, નવીનગરી  સહિતના વિસ્તારોમાં વડોદરા મહાનગરપાલિકાના સ્ટાફે ૧૫૦૦ લોકોને સલામત સ્થળે ખસેડયા છે.

દરમિયાન વડોદરા અને આજવામાં રાત્રીથી વરસાદ બંધ રહેતા લોકો અને સરકારી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

(1:28 pm IST)