Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

નર્મદા ડેમની આજે જળ સપાટી ૧૩૧ મીટર, આવકમાં ઘટાડોઃ ૮ દરવાજા બંધ કરાયા

દર ૪૮ કલાકે ૩૦ સેન્ટીમીટર સપાટી વધવા દેવાનું આયોજન

રાજકોટ તા. ૧૦ : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ગઇકાલે વિક્રમ સર્જક ૧૩૧.૪૮ મીટરને સ્પર્શી ગયા બાદ આજે ઘટાડો થયો છે આજે સવારે ૯ વાગ્યાની સ્થિતિએ નર્મદાની સપાટી ૧૩૧ મીટર છે મધ્યપ્રદેશમાં વરસાદ ધીમો પડતા અને ગુજરાતમાં દરવાજા ખોલવાના કારણે જાવક વધતા જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે. આજે ૪ લાખ કયુસેકની આવક છ.ે

 

ગુરૂવારની અધરાતે નર્મદા ડેમના ૩૦ પૈકી ર૩ દરવાજા ખોલવામાં આવેલ. આજે તેમાંથી ૮ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છ.ે પાણીની આવક-જાવક ધ્યાને રાખીને દરવાજા ખોલ-બંધ કરવાની જોગવાઇ છે. પાણીની આવક ચાલુ રહેતો દર ૪૮ કલાકે ૩૦ સે.મી.સુધી જળ સપાટી વધવા દેવાની વ્યવસ્થા અમલમાં છે નર્મદાની સપાટી ટુંક સમયમાં ૧૩૧.૪૮ ના સીમાચિહૃનને વળોટી જાય તેવી સંભાવના છે.

(11:35 am IST)