Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

મોડીસાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદ :રસ્તાઓમાં નદીઓ વહી :વાતવરણમાં ઠંડક

અમદાવાદ :શહેરમાં મોડી સાંજે સર્જાયેલા વાદળ છાયા વાતાવરણ વચ્ચે ફરીથી ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે. એક દિવસના વિરામ બાદ સાંજના નવરંગપુરા સહિત આશ્રમ રોડ પર ધીમીધારે શરૂ થયેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાંજના સમયે ઓફિસથી ઘરે જતા વાહન ચાલકોને પણ વરસાદમાં ભીંજાવાની તક મળી હતી. 

     અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે સાંજે  અમદાવાદના કેટલાય વિસ્તારો સહિત ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના ઉસ્માનપુરા વિસ્તારોમાં 1 કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. ત્યારે આજે ફરીથી મેઘરાજાએ મહેરબાન થઈને અમી છાંટણા વરસાવતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું.

(11:41 pm IST)