Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ભાજપ મહિલા મોરચાના પ્રમુખ આજે પહોંચી જશે

બે દિવસ ગુજરાતમાં રોકાશે

અમદાવાદ,તા.૧૦: ભાજપા પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષા ડૉ. જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યુ હતુ કે, ભાજપા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા વિજ્યા રાહટકરજી આવતીકાલે તારીખ ૧૧ થી ૧૨ ઓગષ્ટ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમની સાથે ગુજરાત મહિલા મોરચાના પ્રભારી અને મહિલા મોરચાના રાષ્ટ્રીય મંત્રી અનિતાજી ગુર્જર પણ આવી રહ્યાછે. આવતીકાલ સવારે ૧૦.૩૦ વાગ્યાથી ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે તેઓ ભાજપા મહિલા મોરચાની વિવિધ બેઠકોમાં ઉપસ્થિત રહી આગામી લોકસભા ચૂંટણી અંગે તેમજ વિવિધ સંગઠનાત્મક બાબતો તથા આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન તથા માહિતી આપશે. ત્યારબાદ બપોરે ૨.૦૦ વાગે અમદાવાદ જીલ્લાની કારોબારી બાવળા ખાતે મળવાની છે તેમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. તારીખ ૧૨ ઓગષ્ટના રોજ તેઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા બહેનો તેમજ સાંસદઓ તથા ધારાસભ્યઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ અમદાવાદ શહેરની કારોબારીમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે તેમજ અમદાવાદમાં બહેનો દ્વારા ચાલતા ઉદ્યોગોની મુલાકાત લઇ તેમને પ્રોત્સાહિત કરશે.

(9:49 pm IST)