Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

અમદાવાદમાં ૮ વર્ષની બાળાને ચોકલેટની લાલચ આપીને પ૦ વર્ષનો ઢગાઅે બાળકી સાથે અડપલા કર્યાઃ પોક્સો હેઠળ ગુનો નોંધાયો

અમદાવાદઃ શહેરના આનંદનગર વિસ્તારમાં 50 વર્ષીય આધેડે પોતાના પાડોશીની 8 વર્ષની છોકરીની જાતિય સતામણી કરી અને ત્યાર બાદ પરિવાર સાથે વિસ્તાર છોડીને નાસી ગયો હતો. બાળકી સાથે ઘટના 28 જુલાઈના રોજ બની હતી. જોકે પરિવારે પહેલા પોતાના સમાજના વડીલો સાથે ચર્ચા કર્યા બાદ મોડી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી નારધમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અંગે જાણાકારી આપતા પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘જીવણ પરમાન નામનો વ્યક્તિ છેલ્લા બે વર્ષથી પીડિતના પરિવારની પાડોશમાં રહેતો હતો. જેના કારણે બંને પરિવારો વચ્ચે સંબંધો પણ સુમેળ ભર્યા હતા. આડેધ ઘણીવાર નાની બાળકી સાથે રમતો હતો જ્યારે બાળકીના માતા પિતા બંને વર્કિંગ કપલ હોવાથી તેઓ ઘણીવાર આધેડ પર વિશ્વાસ રાખીને પોતાની દીકરી તેને ત્યાં રમવા માટે મુકી જતા હતા.’

ત્યારે ગત 28 જુલાઈના રોજ નરાધમે ધો.3માં ભણતી બાળકીને કહ્યું કે જો તે પોતાની સાથે આવશે તો તેને ચોકલેટ આપશે. ચોકલેટની લાલચમાં બાળકી તેની સાથે ગઈ ત્યારે નરાધમ છોકરી પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં એકલતાનો લાભ લઈ તેનું જાતિય શોષણ કર્યું હતું. ઘટનાથી છોકરી એટલી તો ડરી ગઈ હતી કે તેને પોતાના પરિવારના પણ સભ્યો સાથે બોલવાનું મુકી દીધું હતું.

પોતાની દીકરીમાં અચાનક આવેલ ફેરફારથી ચિંતાતુર માતાએ સમજાવીને પૂછતા જે જાણવા મળ્યું તે દંપતિ માટે ખરેખર પગ નીચેથી જમીન સરકાવી દે તેવું હતું. જે બાદ પીડિતાનો પરિવાર કોઈ આગળનું પગલું ભરે તે પહેલા નરાધમને ગંધ આવી ગઈ હતી કે પોતાના પર ગમે ત્યારે તવાઈ બોલી શકે છે. જેથી પરિવાર સાથે નાસી છૂટ્યો હતો. પીડિતાના પરિવારે પોતાના સમાજના વડીલોની સલાહ લીધા બાદ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. જેથી પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરુ કરી છે.

(5:46 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને તમામ વીર સપૂતોને યાદ કર્યા :અંગ્રેજોને ભારત છોડવા પર મજબુર કરતા આંદોલનના સુર 76 વર્ષ પહેલા આજના દિવસે છેડાયા હતા. આ ઐતહાસિક દિવસે પીએમ મોદીએ પણ ટ્વીટ કરી access_time 1:12 am IST

  • યમનમાં બસ પર હવાઈ હુમલો :29થી વધુ બાળકોના મોત :30 ઘાયલ ;ઉતરી યમનમાં અશાંત વિસ્તારમાં આ હાવૈ હુમલો સાઉદી અરબના નેતૃત્વવાળા ગઠબંધન દ્વારા એક બસ પર કરાયો :આ ગઠબંધન હુથી વિદ્રોહી વિરુદ્દ લડતા યમન સરકારનું સમર્થન કરે છે :આ હુમલા સમયે બસ શાદ વિસ્તારના દહયાન બજારમાં પસાર થતી હતી access_time 12:57 am IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST