Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ગાંધીનગરના શેરથા ટોલનાકા ઉપરથી ૨૮ કિલો ગાંજા સાથે ૪ શખ્સો ઝડપાયા

ગાંધીનગરઃ ગાંધીનગરના શેરથા ટોલટેક્સ પરથી પોલીસ દ્રારા 28 કિલો ગાંજા સાથે 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છેઝડપાયેલો મુદ્દામાલને પરીક્ષણ અર્થે FSLમાં મોકલાયો છે. તો આરોપીની પુછપરછમાં મોટું નેટવર્ક ખુલે અને ગાંજાનું કનેક્શન ઓરિસ્સા સુધી પહોંચે તેવી શક્યતા દેખાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે પૂર્વે પણ ગુજરાતમાંથી મોટા જથ્થામાં ગાંજો ઝડપવામાં આવ્યો છે. વર્ષ 2018ની શરૂઆતથી અત્યાર સુધીમાં  વરાછામાંથી 93 કિલો, અમદાવાદ રેલવે સ્ટે. પરથી 76 કિલોસુરતનાં સેન્ટ્રલ બસ સ્ટેન્ડ નજીકથી રીક્ષામાં 41 કિલોભરૂચની નર્મદા ચોકડી પાસેથી 600 કિલો અને સુરતમાંથી 828 કિલો ગાંજો ઝડપાયો છે.

(5:45 pm IST)