Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

મહેસાણાના કડી તાલુકાના ખેરપુર ગામના ગૌરક્ષક રાજુભાઇ રબારીની હત્‍યાના વિરોધમાં યોજાયેલ મહારેલી ઉપર પોલીસે લાઠીઓ વરસાવીઃ પથ્થરમારો થતા લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડાયાઃ પ૦ની અટકાયત

મહેસાણાઃ મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામના ગૌરક્ષક રાજુભાઇ રબારીની હત્‍યા થતા ભારે રોષ છવાયો છે. આ હત્‍યાના વિરોધમાં આજે મહેસાણામાં માલધારી સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરાયુ હતું. જેમાં પોલીસે લાઠીઓ વરસાવતા દોડધામ મચી ગઇ હતી.

મુખ્ય આરોપીઓની ધરપકડની માંગ સાથે છત્રાલથી નંદાસણ સુધી રેલી નીકાળવામાં આવી. નંદાસણ સુધીની મંજૂરી હોવાથી પોલીસે આગળનો રસ્તો બંધ કર્યો છે.  ASP મંજીતા વણઝારા કાફલા સાથે નંદાસણ પહોંચ્યાં છે.

મહત્વનું છે કે મહેસાણાના છત્રાલ પાસે આવેલા રાજપુર પાટીયા ખાતે રાજુભાઇ રબારીની હત્યા કરવામાં આવી હતી. જેને લઇને રબારી અને માલધારી સમાજમાં રોષ છે. નંદાસણ પોલીસ ચોકી સુધી રેલી નીકાળવામાં આવી. છેલ્લાં કેટલાય સમયથી સમાજના લોકો પર અત્યાચાર થઇ રહ્યાં છે. તો ગાયો અને ગૌ શાળાઓ પર રાજુભાઇ કામ કરી રહ્યાં હતા. ત્યારે તેમની હત્યા કરાઇ હતી. હાલ રેલીના કારણે મહેસાણા હાઇવે બંધ કરવાની પોલીસને ફરજ પડી છે.

મહેસાણા: કડી તાલુકાના ખેરપુર ગામના ગૌરક્ષકની ક્રૂર હત્યાના બનાવથી રોષે ભરાયેલા માલધારી સમાજે આજે યોજેલી રેલીમાં પોલીસ પર પથ્થરમારો કરતાં મામલો ગરમાયો હતો. જેના કારણે પોલીસે ટોળાંને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયરગેસના સેલ છોડ્યા હતા.

કડી તાલુકાના ખેરપુરના ગૌરક્ષક રાજુભાઈ દેસાઈની ગત 25મીએ નંદાસણ હાઈવે પરની એક હોટલમાં કેટલાક શખ્સો દ્વારા ઘાતકી હત્યા કરાતાં મામલો ઉગ્ર બન્યો હતો.

પોલીસે મામલે યોગ્ય કામગીરી કરતી હોવાની તેમજ આરોપીઓની ધરપકડ કરી ન્યાય આપવાની માંગને લઈને માલધારી સમાજ દ્વારા આજે રાજપુરથી નંદાસણ સુધી વિશાળ રેલી યોજવામાં આવી હતી.

નંદાસણ પાસે અકાદ કિલોમીટરના અંતરે રેલીમાં કેટલાક શખ્સો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે મામલો ગરમાયો હતો. જ્યારે પોલીસે ટોળાંને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. જોકે બાદમાં સ્થિતિ પર પોલીસે કાબુ મેળવ્યો હતો.

ઉપરાંત પોલીસે લાઠીચાર્જ કર્યો ત્યારે રોષે ભરાયેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે ખેતરોમાં દોડ્યા હતાં. જોકે પોલીસે માલધારીઓ દોડાવી-દોડાવીને માર્યા હતાં. જ્યારે પોલીસે 50થી વધુ લોકોની અટકાયત પણ કરી છે.

(5:43 pm IST)