News of Friday, 10th August 2018

શામળાજી બોર્ડર નજીક દારૂની મહેફિલ માણી પરત ફરતા 6 યુવાનોને પોલીસે ઝડપ્યા

શામળાજી:બોર્ડર ઉપર અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારોના યુવાનો મોટી સંખ્યામાં જતાં હોય છે અને દારૃની મોજ માણી પરત આવી જતાં હોય છે જો કે વાહન ચેકીગ દરમ્યાન આવા યુવાનો પીધેલી હાલતમાં પકડાઈ પણ જાય છે. ખાસ કરીને ચિલોડા પોલીસ દ્વારા ચંદ્રાલા પાસે ઉભા કરવામાં આવેલા વાહનચેકીંગના પોઈન્ટ ઉપર વાહનો સાથે દારૃ પીધેલા શખ્સો પકડવાના કિસ્સા વધ્યા છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે અમદાવાદના મણીનગર વિસ્તારના યુવાનો રાજસ્થાનમાં દારૃની મહેફીલ માણીને પરત આવી રહયા હતા તે દરમ્યાન ચિલોડા પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમ્યાન તેમની ઈકો કારને ઉભી રાખવામાં આવી હતી. પોલીસે તપાસ કરતાં તેમાં સવાર નિલેશ પુનમચંદ પ્રજાપતિ, હિમાંશુ દીલીપ પરમાર, દિનેશ કૈલાસ તેવર, હિતેશ જયંતિભાઈ પટેલ, દિપક ધનજીભાઈ મકવાણા અને વિશાલ નટવરભાઈ મોદી એમ છ યુવાનો દારૃ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તેમની પુછપરછ કરતાં અમદાવાદથી દારૃની પાર્ટી કરવા શામળાજી બોર્ડર ઉપર ગયા હોવાનું જણાવ્યું હતું. 
 

(5:08 pm IST)
  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • યમનમાં બસ પર હવાઈ હુમલો :29થી વધુ બાળકોના મોત :30 ઘાયલ ;ઉતરી યમનમાં અશાંત વિસ્તારમાં આ હાવૈ હુમલો સાઉદી અરબના નેતૃત્વવાળા ગઠબંધન દ્વારા એક બસ પર કરાયો :આ ગઠબંધન હુથી વિદ્રોહી વિરુદ્દ લડતા યમન સરકારનું સમર્થન કરે છે :આ હુમલા સમયે બસ શાદ વિસ્તારના દહયાન બજારમાં પસાર થતી હતી access_time 12:57 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST