Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ઇડર પુરવઠા વિભાગે રાજસ્થાન તરફથી આવતા બે સરકારી અનાજના ટ્રકને ઝડપ્યા

ઇડર: પુરવઠા વિભાગની ટીમે રાજસ્થાન તરફથી આવતા બે મીનીટ્રકને રોકી આ ટ્રકમાંથી અંદાજે ૧૦ હજાર કિ.ગ્રા.થી વધુનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડતાં, સરકારી અનાજ સગે-વગે કરવાના કૌભાંડમાં સંકળાયેલ તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ અનાજનો જથ્થો ઇડર માર્કેટ યાર્ડના કોઈ વેપારીને પહોંચાડવાનો હોવાનું, ટ્રક ચાલકે મામલતદાર સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું. ઇડર તાલુકામાં ગરીબોના ભાગના સરકારી અનાજમાં ગફલો કરી રાતો-રાત કરોડપતિ થવા તત્પર કેટલાક તત્ત્વો સરકારી અનાજનું બારો-બારીયું કરવા સક્રિય થયા છે. જિલ્લા તથા સ્થાનિક પૂરવઠા તંત્રના નાક નીચે ચાલતા આ કૌભાંડને રોકવામાં તંત્ર સરેઆમ નિષ્ફળ જઇ રહ્યું છે. બે માસ અગાઉ ઇડર નજીકથી સરકારી અનાજ સગેવગે કરવાનું મોટુ કૌભાંડ ઝડપાયું હતું. જેની તપાસ હજુ પૂર્ણ નથી થઈ, ત્યાં જ આજે બે મીની ટ્રક ભરેલો શંકાસ્પદ ઘઉંનો જથ્થો ઝડપાતાં, પુરવઠા વિભાગના ધજાગરા થયા છે.
 

(5:07 pm IST)