Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

નડિયાદમાં ઘેરેઘેરથી કચરો ઉપાડવામાં નગરપાલિકા સાથે છેતરપિંડી થઇ હોવાનો આક્ષેપ

નડિયાદ: ખોડીયાર કૃપા સખી મંડળ દ્વારા ખેડા નગરપાલિકા સાથે છેતરપીંડી થઈ હોવાના આક્ષેપ ઉઠયા છે. આ મંડળે ઘેર-ઘેરથી કચરો ઉઠાવવા માટે પાલિકામાંથી કોન્ટ્રાક્ટ લીધો છે. પરંતુ પોતાના બીલોમાં વધારે ઘરો દર્શાવી ભ્રષ્ટાચાર કર્યાની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે.  આ ઘટનામાં પાલિકાના અધિકારીઓની પણ મિલીભગત છે કે કેમ ? તે અંગે શંકાઓ ઘેરાઈ રહી છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિગતે તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. સખી મંડળ દ્વારા વધુ રકમના બિલો દ્વારા ગેરરીતિ થયાનો આક્ષેપ પાલિકા તંત્ર સ્વીકારવા તૈયાર નથી ખેડા નગરપાલિકાએ ૨૦૧૪થી એક ધાર્યુ ખોડીયાર કૃપા સખીમંડળને ડોર ટુ ડોર કચરાના કલેક્શનનું ટેન્ડર આપ્યું છે.
 

(5:06 pm IST)