Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

સુરતના સરથાણાની પરિણીતા સાથે મિત્રતા બાંધી યુવકે ફોસલાવી મળવા બોલાવી બળાત્કાર ગુજારતા અરેરાટી

સુરત: સરથાણા  વિસ્તારની પરીણિતા સાથે ફેસબુક ઉપર મિત્રતા કર્યા બાદ મોટાવરાછાના યુવાને તેને વાતોમાં ભોળવી મળવા બોલાવી હતી અને ઘેનયુક્ત ચોકલેટ ખવડાવી બળાત્કાર ગુજારી તેની વિડીયો ક્લીપ બનાવી હતી. બાદમાં વિડીયો ક્લીપ ફરતી કરવાની ધમકી આપી તેના બે મિત્રોને હવાલે કરતાં તેમણે પણ પરિણીતા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. વિગતો મુજબ સરથાણા વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય પરીણિતા નિર્ભયા (નામ બદલ્યું છે)ને ગત જુલાઇ- ૨૦૧૭માં ફેસબુક ઉપર  હિરેન મનસુખભાઇ ઝાલાવડીયા (રહે. સી-૪૦૪, આસ્થા રેસીડન્સી, અબ્રામા રોડ, મોટાવરાછા)એ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. નિર્ભયાએ ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારતાં હિરેને મોબાઇલ નંબર માંગ્યો હતો. અને બાદમાં વાત કરવા માંડી હતી.
 

(5:06 pm IST)