Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ખેલ નેશનલ હાઇવે નજીક કારમાંથી 50 હજારનું રોકડ ભરેલ પાકીટ તફડાવી ગઠિયો છુમંતર

ખેડા: નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલા પેટ્રોલ પંપ પર બોલેરો કારમાંથી એક અજાણ્યો કિશોર રૂપિયા ૫૦,૦૦૦ રોકડ ભરેલ પાકીટ તફડાવી નાસી ગયો હતો. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ માતર તાલુકાના રતનપુરમાં રહેતા સમીઉફલ્લાખાન શરીફખાન પઠાણ આજે સવારે પોતાની બોલેરો કાર નં. જીજે-૦૭ વાયવાય-૫૦૬૩ લઈ ખેડા તરફ જતા હતા આ દરમ્યાન કચ્છી પેટ્રોલ પંપ ઉપર બળતણ પુરાવવા ગાડી ઉભી રાખી હતી. ગાડીમાં ડીઝલ પુરાવ્યા બાદ ડીઝલના પૈસા ચૂકવતા હતા ત્યારે એક અજાણ્યો છોકરો ગાડીના ડ્રાઈવર સીટની બાજુમાં મૂકેલ પાકીટ જેમાં રૂપિયા ૫૦,૦૦૦ રોકડા ભરેલા સીફ્તપૂર્વક બારીમાંથી હાથ નાંખી પાકીટ તફડાવી ફરાર થઈ ગયો હતો. ડીઝલના પૈસા ચૂકવી સમી ઉલ્લાખાન ગાડીનો દરવાજો ખોલતા અડધા લાખનું પાકીટ ગુમ થયેલ જોતા ચોંકી ઉઠ્યા હતા. 
આ બનાવ અંગે સમીઉલ્લાખાન પઠાણ ખેડા ટાઉન પોલીસમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:03 pm IST)