Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

પેટલાદ તાલુકાના લક્કડપુરા નજીક કારની હડફેટે બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત

પેટલાદ:તાલુકાના લક્કડપુરા પાસે આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જતી એક ઈકો કારે બાઈકને ટક્કર મારતાં ચાલકનું મોત નીપજ્યું હતુ. આ અંગે પેટલાદ શહેર પોલીસે કારના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર પેટલાદ ખાતે રહેતો અનિલભાઈ બાબુભાઈ તળપદા આજે સવારના સાતેક વાગ્યાના સુમારે પોતાનુું બાઈક લઈને લક્કડપુરા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યાર ેસામેથી બેકરીનો સામાન ભરીને પુરપાટ ઝડપે આવી રહેલી ઈકો કાર નંબર જીજે-૨૭, એપી-૯૪૮૩એ ટક્કર મારતાં અનિલભાઈને માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તુરંત જ ૧૦૮ મોબાઈલ વાનને જાણ કરતાં તેઓ આવી ચઢ્યા હતા અને ઘવાયેલા અનિલભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતાં હતા ત્યારે રસ્તામાં જ મોત થયું હતુ. 
અકસ્માત એટલો ભયાવહ હતો કે કારનું આગળનું પૈડુ આખુ બાઈક પર ચઢી જવા પામ્યું હતુ જેને લઈને બાઈકનો ભુક્કો બોલી જવા પામ્યો હતો.

(5:02 pm IST)
  • બ્રિટિશ ઍરલાયન્સ પર ભડક્યા ઋષિકપુર ; ફેન્સને કહ્યું આઍરલાયન્સમાં ક્યારેય યાત્રા ના કરો : તેને બ્રિટિશ ઍરલાયન્સને રંગભેદી પણ ગણાવ્યું: બર્લિનમાં બાળકોની ઘટના સાંભળીને આઘાત લાગ્યો : મારી સાથે એકવાર નહીં બે વાર અભદ્ર વ્યવહાર થયો access_time 1:04 am IST

  • એંજલીના જોલીએ પૂર્વ પતિ બ્રેડ પિટ્ને કોર્ટમાં ઘસેડ્યો :અમેરિકી અભિનેતા બ્રેડ પીટ અને અભિનેત્રી એંજલીના જોલી 2016માં લગ્ન બાદ અલગ થયા હતા :હવે એંજલીનાં જોલીએ બ્રેડ પર આરોપ મુક્યો કે તલ્લાકના કેસ દાખલ કર્યા બાદ પિત્ત તેના બાળકોનો ખર્ચ આપતો નથી :પીટે આરોપને ફગાવ્યા ;તેના વકીલે કોર્ટમાં કહ્યું એન્જલિનાને અત્યાર સુધીમાં પીટ 13 લાખ ડોલરથી વધુ રકમ આપી ચુક્યો છે access_time 12:56 am IST

  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST