Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

બજારમાં રૂ.૪૦માં મળતા બારદાન રૂ.૭૧માં શા માટે ખરીદયા?: મનીષ દોશી

૬૦ કરોડ જેટલી ગેરરીતિ થયાનો આક્ષેપઃ સરકારને આકરા સવાલો

અમદાવાદ તા.૧૦: રૂ.૪૦૦૦ કરોડના મગફળીની સાથે ચર્ચાસ્પદ બનેલા બારદાનકાંડમાં રૂ. ૧૩૮ કરોડના ખર્ચે ૧ કરોડ ૯૪ લાખ બારદાન ખરીદી કરવામાં આવી છે. એટલે કે, એક બારદાનની કિંંમત રૂ. ૭૧ની થાય છે. મોટાભાગે બજારમાં સારામાં સારી ગુણવાતાના બારદાન છુટક કિંમત ૪૦ રૂપિયામાં મળતા હોવા છતાં જથ્થાબંધ પ્રતિ બારદાન ૩૧ રૂપિયાની વધુ કિંમત ચુકવવા પાછળ કોણ જવાબદાર? બારદાન ખરીદીમાં રૂ. ૬૦ કરોડ ૧૪ લા સીધા વધુ ચુકવાયા કે કોઇએ જમા લીધા? ત્યારે રૂ. ૪૦૦૦ કરોડના મગફળીની સાથે બારદાન ખરીદીમાં પણ મુખ્યમંત્રીના નજીકના મનાતી બારદાની કંપની અંગે તપાસની માંગ કરતા ગુજરાત કોંગ્રેસ પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજયના મુખ્યમંત્રીના નજીક સંકળાયેલા કોલકતાની ફેકટરીમાંથી ૧ કરોડ ૯૪ લાખ બારદાન ખરીદી જે ગુજરાતની એક કંપનીને સપ્લાય કરવામાં આવ્યા હતા અને આ બારદાનનો જથ્થો ગુજકોટને મળેલ છે.

ડો. મનીષ દોશીનો આક્ષેપ છે કે ગોડાઉનમાં સંગ્રહાયેલી મગફળીના કોથળામાં માટી-પથ્થર-કાંકરા હતા, તેને મગફળી વેચાણના નામે વેચાણ કરીને નિકાલ કરવા માાટે આખા સોૈરાષ્ટ્રના વેચારીઓને ડરાવી-ધમકાવીને મગફળી પાણીના ભાવે ખરીદવા મજબુર કર્યાં. રૂ. ૧૩૫૦ની મગફળી રૂ. ૬૮૦ થી ૭૪૦ વચ્ચે વેચાય છે, એમા ટેન્ડર બહાર પાડયા કે બારોબાર વેચી તેની કોઇ સ્પષ્ટતા સરકારે કરી નથી. આમાં રૂ. ૬૦૦ તો ધાલખાધ આવે છે, એટલે કેરૂ. ૪૦૦૦ કરોડનું કોૈભાંડ અને ૪૫% ભાવફેર એટલે કે ૧,૮૦૦ કરોડ તો સરકારની ીતજોરીના ભાવફેરની અંદર જ ધોવાઇ ગયા. હવે રૂ.૨,૨૦૦ કરોડની મગફળી ૨૮૯ ગોડાઉનમાં સરકારી ચોપડે ભરેલી છે તે ગોડાઉનમાં મગફળી છે કે પથ્થર તેનું સત્ય તો વેપારીઓ માલ ભરવા ગયા ત્યારે બહાર આવ્યું.

(૧) ગાંધીધામ ખાતેના ગોડાઉનમાં આગ લાગ્યોને ર૧૭ દિવસ, ગોંડલમાં આગ લાગ્યાને ૧૮૯ દિવસ, જામનગરમાં આગ લાગ્યાને ૧૧૦ દિવસ અને શાપર (રાજકોટ)માં આગ લાગ્યાને ૯૪ દિવસ થયા છતાં આજદિન સુધી કેમ ફરીયાદ  દાખલ થઇ નથી ? એફ એસએલનો રીપોર્ટ કેમ જાહેર થયો નથી ? કૃષિ વિભાગનો તપાસ અહેવાલ કેમ જાહેર થયો નથી ?

(ર) નાફેડની જવાબદારી નકકી થતી હોય તો ભાજપ સરકારને ફરીયાદ કરતા કોણ રોકે છે ?

(૩) ગુજકોટના મેનેજીંગ ડાયરેકટર રૂરરૂ ચર્ચા કરીને અનુભવના આધારે પેઢલા ખાતેના ગોડાઉનમાં આરોપી તરીકે પકડાયેલ શ્રી મગન ઝાલાવાડિયાની નિમણુંક માટે ગાંધીનગરથી કોણે સુચના આપી હતી ?

(૪) ફડચામાં ગયેલ અને ઓછા કર્મચારી વાળી ગુજકોટ દ્વારા ૮પ% મગફળી ખરીદવા પાછળનો નિર્ણય કોનો હતો ?

(પ) બજાર ભાવ કરતા ઉંચા ભાવે બારદાનની ખરીદી દ્વારા ૬૦ કરોડ કરતા વધુને ગેરરીતિ માટે કોણ જવાબદાર ?

(૬) ખેડૂત પાસેથી ખરીદેલ અને પાછળથી ઓઇલ મિલો-વેપારીઓને ટેન્ડર વગર ૩૦૦ થી ૪૦૦ રૂપિયાની ધાલખાદ્યથી કુલ રૂ. ૧૮૦૦ કરોડના સરકારી તિજોરીનેસ લાગેલા ચુના માટે જવાબદાર કોણ ?

(૭) ખેડૂત પાસેથી ટેકાના ભાવે ખરીદેલ મગફળી બારોબાર ઓઇલ મિલોમાં પીલાઇ ગઇ અને તેને બદલે માટી ઢેફાં અને ફોતરી સાથેના કોથળા ગોડાઉનમાં ગોઠવાઇ ગયા તેના માટે જવાબદાબર કોણ ?

(4:01 pm IST)
  • લોધિકા તાલુકાના રાવકી ગામે ભરવાડ અને પટેલ જૂથ વચ્ચે માથાકૂટ:પટેલને માથામાં કુહાડી મારતા ઘાયલ:પટેલોનું ટોળું રાજકોટ એસપી ઓફિસે પહોંચ્યું access_time 12:13 am IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • SBIની ખોટ રૂ. ૪૮૭૬ કરોડ થઇ : ર૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર (એપ્રિલથી જુન): એનપીએ ઘટયું access_time 3:50 pm IST