Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

એજીવિકેએસના તમામ સભ્યો સરકારની જાહેરાત બદલ ૧રમીથી કેસરી પટ્ટી ધારણ કરી આભાર માનશે

રાજકોટ, તા. ૧૦ : અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની યાદી ઉમેર છે કે તાજેતરમાં રાજયના મુખ્યમંત્રી, શ્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રી, શ્રી નીતિનભાઇ પટેલ તથા ઉર્જાપ્રધાન શ્રી સૌરભભાઇ પટેલનું બહુમાન અને અભિવાદન કરવાના કાર્યક્રમ ગાંધીનગર ખાતે સંઘના પ્રમુખશ્રી ભરતભાઇ પંડયા અને કાર્યકારી પ્રમુખશ્રી વાસણભાઇ આહીરની આગેવાનીમાં રાખવામાં આવેલ હતો તેમજ સુપરપાવર વર્કીંગ કમીટીના સભ્યો હાજર રહેલ. આ કાર્યક્રમમાં સંઘના પ્રમુખશ્રીના પ્રસ્તાવ અનુસાર સરકારશ્રી દ્વારા એજીવીકેએસની માંગણીઓને ઉર્જા ખાતાના કર્મચારીઓના નીચે મુજબના લાભો મંજુર કરવામાં આવેલ છે. સાતમા વેતનની અમલવારી, વિદ્યુત સહાયકોના પગાર વધારાને મંજુરી, કંપની ચેન્જના પ્રશ્ને હકારાત્મકતા દાખવી નિર્ણય કરવા સહમતી, ઉર્જાખાતા કર્મચારીઓને ૧૦ મહીનાની એરિયર્સની ચૂકવણી કરી આપવાની મંજૂરીનો સમાવેશ થાય છે.

(3:31 pm IST)
  • SBIની ખોટ રૂ. ૪૮૭૬ કરોડ થઇ : ર૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર (એપ્રિલથી જુન): એનપીએ ઘટયું access_time 3:50 pm IST

  • યમનમાં બસ પર હવાઈ હુમલો :29થી વધુ બાળકોના મોત :30 ઘાયલ ;ઉતરી યમનમાં અશાંત વિસ્તારમાં આ હાવૈ હુમલો સાઉદી અરબના નેતૃત્વવાળા ગઠબંધન દ્વારા એક બસ પર કરાયો :આ ગઠબંધન હુથી વિદ્રોહી વિરુદ્દ લડતા યમન સરકારનું સમર્થન કરે છે :આ હુમલા સમયે બસ શાદ વિસ્તારના દહયાન બજારમાં પસાર થતી હતી access_time 12:57 am IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST