Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

વડોદરાની ‘‘નિયોપોલિટન પીઝા'' SME ઓફ ધ ઇયર ૨૦૧૮ થી બહુમાનઃ ૨૦૦ નવા પિઝા આઉટલેટ ઉમેરાશે

વડોદરાની ‘‘નિયોપોલિટન પીઝા'' SME ઓફ ધ ઇયર ૨૦૧૮ થી બહુમાનઃ ૨૦૦ નવા પિઝા આઉટલેટ ઉમેરાશે

 (ફોટો.piza)હેડીગં મેટર

અમદાવાદઃ ભારતની સૌથી વધુ ઝડપથી વિકસતી પિઝેરીયા ચેઇન અને ગુજરાતની પ્રથમ કિવક સર્વ રેસ્‍ટોરન્‍ટસમાં સમાવેશ પામતી નિયોપોલિટન પિઝાનું ફૂડ અને કયુએસઆર કેટેગરીમાં ‘‘એસએમઇ ઓફ ધ યર ૨૦૧૮''થી બહુમાન કરવામાં આવ્‍યું છે. કંપનીને ઇદી એન્‍ટરપ્રાઇઝ આઇકોન ૨૦૧૮ તરીકેની આ સિધ્‍ધિ તેના આહારની પોસાય તેવી કીંમત, નોંધપાત્ર ગુણવત્તા, સર્વિસ તથા બિઝનેસ મોડેલ અંગે નવતર પ્રકારના અભિગમને કારણે હાંસલ થઇ છે.

સંપૂર્ણતાના બેન્‍ચમાર્કને જાળવી રાખતાં, વડોદરા સ્‍તિથ મુખ્‍ય મથક ધરાવતા અને એનએસઇ-એસએમઇ લિસ્‍ટેડ પિઝેરીયાએ અત્‍યારસુધી ૮ મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપી છે અને તે ક્રમશઃ પોતાના હોમ ટાઉન વડોદરા અને પヘમિના બજારોમાં વિસ્‍તરણ કરી રહી છે. ગુજરાત અને મહારાષ્‍ટ્રમાં વિસ્‍તરણ કરી રહેલી આ ક્‍યુએસઆર કંપની ભરૂચ, સુરત,પોરબંદર, વસાઇ, પુના અને જલગાંવ ઉપરાંત વડોદરામાં આ મહીને ૩ નવા કેન્‍દ્રો શરૂ કરી રહી છે.

નિયોપલિટન પિઝા લિમિટેડના સ્‍થાપક અને સીઇઓ શ્રી મુકુંદ પુરોહિત જણાવે છે કે ‘‘અમને આ બહૂમાન હાંસલ થયું તેથી અમે આનંદિત છીએ. લોકપ્રિય કયુએસઆર સેગમેન્‍ટમાં પોસાય તેવી કીંમતે કવોલિટી પિઝા પૂરા પાડવાના અમારા ઉદ્દેશ વડે નવુ સિમાચિન્‍હ સ્‍થાપવાના અમારા પ્રયાસોની આ બહૂમાન વડે કદર થઇ છે. અમે વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં મુંબઇ, બેંગલોર અને દિલ્‍હી જેવાં મેટ્રો શહેર સહિત ૨૦૦ નવા કેન્‍દોર ઉમેરવાનું ધ્‍યેય ધરાવીએ છીએ અને બીજા અને ત્રીજા વર્ગના શહેરોમાં પ્રવેશનો ઇરાદો ધરાવીએ છીએ''.

‘‘વિસ્‍તરણની ઝુંબેશ પાછળ હેતુ અમેરિકન અને યુરોપિયન મૂળની બ્રાન્‍ડઝની સામે પિઝેરિયા રેસ્‍ટોટરન્‍ટ ક્ષેત્રમાં ભારતીય નામને પ્રચલિત કરવાનો છે. અમારા સંચાલન ટીમના નવતર પ્રકારના પ્રયાસો વડે તથાના એવોર્ડ જેવાં પ્રોત્‍સાહનો મારફતે અમે વધુ બહેતર ઉત્‍સાહ સાથે આગળ ધપી રહ્યા છીએ ‘‘તેવું શ્રી મુકુંદ પુરોહિતની યાદી જણાવે છે

(9:16 am IST)
  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • રેલરાજ્યમંત્રી રાજેન ગોહેન વિરુદ્ધ યુવતી પર બળત્કાર અને ધમકાવાના મામલે ગુન્હો નોંધાયો ; આસામ પોલીસે નગાવ જિલ્લામાં 24 વર્ષની મહિલા પર દુષકર્મ અને તેને ધમકાવવા મામલે ફરિયાદ નોંધી છે access_time 1:14 am IST

  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST