Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ભરૂચના વરેડીઆ પાસે પીકઅપ વાન અને ટેન્કર વચ્ચે અકસ્માત ;બે લોકોને ઇજા

શાકભાજી ભરેલ પીકઅપ વાન અને કેમિકલ ભરેલ ટેન્કર અથડાયા :ટેન્કર ચાલાક ફરાર

 

ભરૂચ :પાલેજ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર ભરૂચના વરેડીઆ પાસે સેગવા ચોકડી પર સુરત તરફથી આવતી એક પીકઅપ વાન અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થતા બે લોકોને ઇજા પહોંચી છે

  મળતી વિગતો મુજબ ભરૂચ તાલુકાના વરેડીઆ નેશનલ હાઈવે નં. ૪૮ પર વરેડીઆ સેગવા ચોકડી પર સુરત તરફથી આવી રહેલી એક પીકઅપ વાન અને કેમિકલ ભરેલ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં સુરતથી વડોદરા તરફ શાકભાજી ભરીને જઇ રહેલી પીકઅપ વાન રોડ ક્રોસ કરી જઇ રહી હતી. ત્યારે ટેન્કર સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં પીકઅપ વાનમાં મુસાફરી કરી રહેલા બે ઈસમોને સામાન્ય ઈજાઓ થવા પામી હતી.

અકસ્માત સર્જાતા ટેન્કર ચાલક ટેન્કર મુકીને ફરાર થઈ ગયો હતો.ઘટનાની જાણ થતા એલ.એન્ડ ટી. કંપનીની ક્રેઈનની મદદથી અકસ્માતગ્રસ્ત ટહેલ પીકઅપવાનને રોડપરથી હટાવી લેવાતા જામ થયેલ ટ્રાફીક રાબેતા મુજબ ચાલુ થઈ જવા પામ્યો હતો.

(12:14 am IST)