Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

સ્ટેટ મોનીટરીંગ સેલ એક્શન મોડમાં:ભાદી ગામમાં જુગારધામમાં 25,52 લાખના મુદામાલ સાથે 19 આરોપીઓ ઝડપાતા 9 પોલિસસકર્મી સસ્પેન્ડ :ગર્ભિત ચેતવણી

 

અમદાવાદ :ડીજીપી શિવાનંદ ઝાના સ્ટેટ મોનિટરિંગ સેલ ઘણા સમય સુધી સુશુપ્ત અવસ્થામાં રહ્યા બાદ હવે એક્શનમાં આવી ગયુ છે. મોનિટરિંગ સેલમાં નવા પોલીસકર્મીઓની નિમણૂક કરવામાં આવી છે.

   સ્ટેટ મોનિટરિંગ સેલે અંકલેશ્વર ગ્રામ્યમાં આવેલા ભાદી ગામમાં શૌકત ભાદીગરના જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. જેમાં કુલ 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને રોકડ રકમ , મોબાઇલ અને વાહનો મળી 25. 52 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

  અંકલેશ્વર ભરુચ જિલ્લામાં આવેલ છે અને આ જિલ્લાના નવા એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાની થોડા સમય પહેલા જ નિમણૂક થઇ છે. ભરુચ વડોદરા રેન્જમાં આવે છે અને વડોદરા રેન્જના આઇજી અભય ચુડાસમાએ તેમના રેંજના જિલ્લાના તમામ ડીએસપીને દારુ, જુગારના અડ્ડા પકડાશે તો સસ્પેન્ડ કરવાની ચેતવણી આપેલી છે. આઇજી અભય ચુડાસમાને પણ જુગારના અડ્ડાઓથી નફરત છે.

(12:16 am IST)