Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

સૌરાષ્ટ : જુદા જુદા ભાગોમાં બ્રેક બાદ વરસાદની શરૂઆત

દ્વારકા, મોડાસા, રાજકોટમાં નોંધપાત્ર વરસાદ : વરસાદી માહોલ હાલ અકબંધ રહેવાની પ્રબળ સંભાવના

અમદાવાદ, તા. ૯ : બ્રેકની સ્થિતિ બાદ ગુજરાતના જુદા જુદા ભાગોમાં બીજા રાઉન્ડના વરસાદની શરૂઆત થઇ ગઇ છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આજે વરસાદ થયો હતો. મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થયો હતો. રાજકોટમાં ધોધમાર વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજકોટથી પ્રાપ્ત અહેવાલ મુજબ ૧૫૦ રિંગ રોડ, કાલાવાડ રોડ, યાજ્ઞિક રોડ, મવડી સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. બીજી બાજુ દ્વારકા,મોડાસા, ગાંધીધામ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પણ ઉલ્લેખનીય વરસાદ થયો છે. ગુજરાતના ઘણા ભાગોમાં હજુ પણ ખુબ ઓછો વરસાદ થયો છે. હજુ સુધી સૌથી માઠી અસર જે જિલ્લાઓમાં થઇ છે જેમાં કચ્છ અને અમદાવાદનો સમાવેશ થાય છે. રાજ્યમાં ૧૯ ટકા ઓછો વરસાદ હજુ સુધી નોંધાયો છે. ૪૪૧ મીમી વરસાદની સામે ૩૩૬મીમી વરસાદ ગુજરાતમાં પડ્યો છે. હવામાન વિભાગ તરફથી જે આંકડા આપવામાં આવ્યા છે તે મુજબ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કચ્છ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણનો સમાવેશ થાય છે. કચ્છમાં ૭૮ ટકા ઓછો વરસાદ જ્યારે ગાંધીનગરમાં ૭૦ ટકા ઓછો વરસાદ, સુરેન્દ્રનગરમાં ૬૬ ટકા ઓછો વરસાદ અને અમદાવાદમાં ૬૨ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આઈએમડી તરફથી જણાવવામાં આવ્યું છે કે, બંગાળના અખાતમાં ડિપ્રેશનનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. ઓગસ્ટ મહિનામાં સામાન્યરીતે ત્રણ અથવા ચાર સિસ્ટમ વિકસિત થાય છે. કેટલીક સિસ્ટમ વરસાદ ખેંચી લાવે છે અને ફાયદો કરાવે છે. અમદાવાદની વાત કરવામાં આવે તો ૩૬૯મીમીની સામે હજુ સુધી ૧૪૧મીમી વરસાદ થયો છે એટલે કે પાંચ ઇંચથી આસપાસ વરસાદ નોંધાયો છે. ૬૨ ટકા ઓછો વરસાદ થયો છે. સુરેન્દ્રનગર, ગાંધીનગર અને કચ્છમાં આવી જ હાલત બનેલી છે. જો કે, ગઇકાલે મોડી રાત્રે અમદાવાદ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયો હતો.

 ઘણા વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા. અમદાવાદ શહેરમાં રહેતા લોકો ફરી એકવાર વરસાદની મજા માણી હતી. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે સારો વરસાદ થયો હતો. અમદાવાદમાં પણ હળવા ઝાટપાની આગાહી અકબંધ રાખવામાં આવી છે. અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન ઉપર પ્રવર્તી રહી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૩.૫ અને લઘુત્તમ તાપમાન ૨૪ ડિગ્રી નોંધાયું હતું. દરમિયાન બગોદરા નજીક પણ ભારે વરસાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે જારી રહ્યો હતો. અન્ય વિસ્તારોમાં પણ મોડી સાંજે વરસાદની શરૂઆત થઇ હતી.

(8:18 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને તમામ વીર સપૂતોને યાદ કર્યા :અંગ્રેજોને ભારત છોડવા પર મજબુર કરતા આંદોલનના સુર 76 વર્ષ પહેલા આજના દિવસે છેડાયા હતા. આ ઐતહાસિક દિવસે પીએમ મોદીએ પણ ટ્વીટ કરી access_time 1:12 am IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • એંજલીના જોલીએ પૂર્વ પતિ બ્રેડ પિટ્ને કોર્ટમાં ઘસેડ્યો :અમેરિકી અભિનેતા બ્રેડ પીટ અને અભિનેત્રી એંજલીના જોલી 2016માં લગ્ન બાદ અલગ થયા હતા :હવે એંજલીનાં જોલીએ બ્રેડ પર આરોપ મુક્યો કે તલ્લાકના કેસ દાખલ કર્યા બાદ પિત્ત તેના બાળકોનો ખર્ચ આપતો નથી :પીટે આરોપને ફગાવ્યા ;તેના વકીલે કોર્ટમાં કહ્યું એન્જલિનાને અત્યાર સુધીમાં પીટ 13 લાખ ડોલરથી વધુ રકમ આપી ચુક્યો છે access_time 12:56 am IST