Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

મિક્સ માર્શલ આર્ટસ ખેલાડી મહમદ મુસા રઇશને ચીન જવા માટે ટિકિટના રૂપિયા પણ નથી

વડોદરા: વાઘોડીયાના આસોજ ગામના 22 વર્ષીય મહમંદ મુસા રઈસ ભારતનો એક સારો મિકસ માર્સલ આર્ટ ખેલાડી છે. જેને ભારતનું પ્રતિનિધત્વ કરી દક્ષિણ આફ્રિકામાં માર્સલ આર્ટની આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેમજ રાજય અને નેશનલ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ પણ જીત્યો છે સાથે મુંબઈ સ્થિત યોજાયેલ નેશનલ ચેમ્પિયનશિપમાં ટાઈટલ બેલ્ટ જીત્યો છે

મહંમદ મુસાએ ભારત સરકાર આધીન ઓલ ઈન્ડિયા મિકસ માર્સલ આર્ટ એસોસિયેશનમાં પસંદગી પામી ચીનમાં રમાનારી આંતરરાષ્ટ્રીય વર્લ્ડ ચેમ્પીયનશીપમાં જગ્યા બનાવી છે. પરંતુ મહંમદ મુસા પાસે ચીનમાં જવા માટે ટીકીટના રૂપિયા નથી અને રૂપિયાની મદદ માટે તે આમતેમ ભટકી રહ્યો છે. પરંતુ તેને હજી સુધી કોઈની મદદ નથી મળી. જેથી ચીનમાં જવાની તેની આશા રૂધાઈ રહી છે

મહંમદ મુસાનો પરિવાર ગરીબ છે. તેના પિતા ટ્રક ડ્રાઈવર છે. જેમનો મહિને 5500 રૂપિયા પગાર છે. જેથી તેઓ મુસાને ચીન મોકલી શકે તેટલા રૂપિયા નથી. મુસાના માતા પિતા લોકોને હાથ જોડી વિનંતી કરી રહ્યા છે કે તેમના પુત્રની મદદ માટે લોકો આગળ આવે. કેમકે મહમંદ મુસાને ચીનમાં જવા માટે ટીકીટના રૂપિયા ભરવા 10 ઓગસ્ટ છેલ્લી તારીખ છે

મહંમદ મુસાને અગાઉ બે વખત વાઘોડીયાના હાલના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મદદ કરી છે. તેમજ આસોજ ગામના હિન્દુ સમાજના લોકોએ પણ મદદ કરી છે. ચીન જવા માટે પણ આસોજ ગામના લોકોએ 60 હજાર પરિવારને આપ્યા હજી મુસાને 70 હજાર રૂપિયાની ટીકીટના નાણા માટે જરૂર છે. ત્યારે ગામના લોકોએ પણ મુસાની મદદે આવવા લોકોને અપીલ કરી છે

મહંમદ મુસા રઈસ ચીનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી માર્સલ આર્ટની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અપાવી ભારતનું નામ રોશન કરશે તેવી પ્રબળ શકયતા છે. 12 દેશોના ખેલાડી ચીનમાં રમવા આવશે. ત્યારે રાજય સરકારે પણ આવા ખેલાડીની મદદે હાથ લંબાવો જોઈએ તો લોકો પણ મુસાની મદદે આવે તે ખૂબ જરૂરી છે

(6:32 pm IST)