Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

અમદાવાદના સ્લમ વિસ્‍તારોમાં ચાલતી પ૦ જેટલી ગેરકાયદેસર શાળાઓમાં પ્રવેશ ન લેવા શિક્ષણ અધિકારીનો આદેશ

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં 50 જેટલી ગેરકાયદે જ્ઞાન શાળાઓ ચાલી રહી હોવાનો ખુલાસો ડીઈઓ(ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર) તરફથી કરવામાં આવ્યો છે. મામલે ડીઈઓ તરફથી એક પરિપત્ર જાહેર કરીને આવી શાળાઓમાં પ્રવેશ લેવાનું કહેવામાં આવ્યું છે.

સ્લમ વિસ્તારોમાં આવેલી શાળાઓ
ડીઈઓના પરિપત્ર પ્રમાણે શહેરના સ્લમ વિસ્તારોમાં 50 જેટલી ગેરકાયદે જ્ઞાન શાળાઓ આવેલી છે. પરિપત્રમાં વાલીઓને આવી શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવવાનું કહેવામાં આવ્યું છે. તમામ શાળાઓ સામે હવે પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શાળાઓ વર્ષ 2006ના વર્ષથી સ્લમ વિસ્તારોમાં ચાલતી હોવાની વિગતો બહાર આવી છે.

ડીઈઓનો પરિપત્ર

પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જ્ઞાન શાળા કોઈ શાળા નથી, તેમજ સરકારે તેને મંજૂરી પણ આપી નથી. પરિપત્રના જણાવ્યા પ્રમાણે તેમને અંગેની ફરિયાદો મળી હતી. બાદમાં અંગે સંબંધિત તમામ વિભાગને જાણકારી આપવામાં આવી છે.

(6:30 pm IST)