Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પંચરત્ન જ્વેલર્સના ડિલિવરીમેન પાસેથી પોલીસ તરીકે ઓળખ આપીને ગઠીયો ૬ લાખના સોનાના દાગીના ઉઠાવીને ફરાર

અમદાવાદઃ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી પંચરત્ન જ્વેલર્સના ડિલિવરી મેન પાસેથી નકલી પોલીસે રૂ. 6 લાખના સોનું પડાવી ગઠિયો ફરાર થઇ ગયો હતો. ડિલિવરી મેન રસ્તા પર પસાર થઇ રહ્યો હતો ત્યારે એક માણસે તેણે રોક્યો હતો. અને તેને 15 ઓગસ્ટને લઇને પોલીસ ચેકિંગ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

ગઠિયાએ પોતાની ઓળખ નવરંપુરા પોલીસ તરીકે આપી હતી. જેથી ડિલિવરી મેન તેની જાળમાં ફસાઇ ગયો હતો. આમ ગઠિયો તેની પાસે રહેલી બેગમાં રાખેલું સોનું લઇ ફરાર થઇ ગયો હતો.

સીસીટીવી ફૂટેજમાં દેખાય છે તેમ કાળી બેગ લઇને ડિલિવરી બોય પસા થઇ રહ્યો છે. એક ગઠિયો તેની પાળછ આવી છે અને તેને રોકે છે. રોક્યા બાદ તેની સાથે ચર્ચા કરે છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઠઇયો 15 ઓગસ્ટને લઇને ચેકિંગના બહાના હેઠળ થેલો ચેક કરવાની વાતચીત કરી હતી.

સાથે ગઠિયાએ સામે બાજુ ઇશારો કરીને કંઇ કહેતો પણ નજરે ચડે છે. ત્યારબાદ ડિલિવરી મેન ગઠિયા સાથે જાય છે અને થેલો ચેક કરવાના બહાના હેઠળ રૂ. 6 લાખનું સોનું ચોરીને ફરાર થઇ ગયો હતો. નવરંગપુરા પોલીસે અંગે વધારે તપાસ હાથધરી છે.

(6:28 pm IST)