Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

અમદાવાદની કેનેડામાં રહેતી યુવતિને પૂર્વ પ્રેમીઅે અંગત પળોના અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને પ૦ હજાર પડાવ્યાઃ યુવતિની માતાઅે પોલીસને ફરિયાદ કરતા યુવકે કેનેડા જઇને યુવતિને મારવાની ધમકી આપી

અમદાવાદની કેનેડામાં રહેતી યુવતિને પૂર્વ પ્રેમીઅે અંગત પળોના અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને પ૦ હજાર પડાવ્યાઃ યુવતિની માતાઅે પોલીસને ફરિયાદ કરતા યુવકે કેનેડા જઇને યુવતિને મારવાની ધમકી આપી

અમદાવાદ: કાંકરિયામાં રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની 21 વર્ષની દીકરી ચાર મહિના પહેલાં અભ્યાસ કરવા માટે કેનેડા ગઇ છે. તેમની દીકરી દોઢ વર્ષ પહેલાં મણિનગરમાં રહેતા આદિશ જરોદિયા સાથે પરિચયમાં આવી હતી. બંને વચ્ચે નિકટતા વધી હતી અને બંને એકાંતમાં મળતાં હતાં.

પ્રેમીએ યુવતી સાથેની અંગત પળોના અને નગ્નાવસ્થાના ફોટા પાડી લીધા હતા. યુવતી કેનેડા જવાની હતી ત્યારે તેણે આદિશ સાથે સંબંધ પૂર્ણ કરી દીધા હતા. આદિશ માટે તૈયાર નહોતો પણ યુવતી તેને ગણકાર્યા વિના અભ્યાસ માટે કેનેડા જતી રહી હતી. છંછેડાયેલા આદિશે યુવતીને -મેલ કરીને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.

આદિશે યુવતીને અંગત પળોના ફોટા મોકલીને 50 હજાર રૂપિયા નહિ આપે તો તેના અશ્લીલ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. ગભરાયેલી યુવતીએ તેને કેનેડીયન ડોલરમાં રકમ મોકલી આપી હતી. જો કે ત્યાર બાદ પણ આદિશે તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું.

ગભરાયેલી યુવતીએ બે મહિના પહેલાં તેની માતાને ફોન કરીને વાતની જાણ કરી હતી. માતાએ આદિશને ફોન કરતાં ગુસ્સે ભરાઈને આદિશ યુવતીના ઘરે નશાની હાલતમાં પહોંચી ગયો હતો અને ધમાલ કરતાં યુવતીની માતાએ પોલીસ બોલવી હતી. પોલીસ તરત આદિશને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

જો કે આદિશ પછી પણ તોરમાં હતો. પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ આદિશે યુવતીને કેનેડા જઈ મારવાના મેસેજ કર્યા હતા. સ્થિતિમાં પોતાના પર હજુ પણ ખતરો હોવાથી યુવતીની માતાએ આદિશ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

(9:14 am IST)
  • SBIની ખોટ રૂ. ૪૮૭૬ કરોડ થઇ : ર૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર (એપ્રિલથી જુન): એનપીએ ઘટયું access_time 3:50 pm IST

  • યમનમાં બસ પર હવાઈ હુમલો :29થી વધુ બાળકોના મોત :30 ઘાયલ ;ઉતરી યમનમાં અશાંત વિસ્તારમાં આ હાવૈ હુમલો સાઉદી અરબના નેતૃત્વવાળા ગઠબંધન દ્વારા એક બસ પર કરાયો :આ ગઠબંધન હુથી વિદ્રોહી વિરુદ્દ લડતા યમન સરકારનું સમર્થન કરે છે :આ હુમલા સમયે બસ શાદ વિસ્તારના દહયાન બજારમાં પસાર થતી હતી access_time 12:57 am IST

  • લોધિકા તાલુકાના રાવકી ગામે ભરવાડ અને પટેલ જૂથ વચ્ચે માથાકૂટ:પટેલને માથામાં કુહાડી મારતા ઘાયલ:પટેલોનું ટોળું રાજકોટ એસપી ઓફિસે પહોંચ્યું access_time 12:13 am IST