News of Friday, 10th August 2018

અમદાવાદમાં ટ્રાફિક નિયમન ભંગ કરનાર ફોટો કે વીડિયો વોટ્સઅેપ કરીને પોલીસને મદદ કરવા અપીલ

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદના ટ્રાફિકની જાણે શકલ બદલાઈ ગઈ હોય તેમ શહેરના રસ્તા પહેલી વાર આટલા ખૂલ્લા લાગી રહ્યા છે. જોકે, નાગિકોને ટ્રાફિકની સમસ્યા રહે તે માટે ટ્રાફિક પોલીસ વધુ કેટલાક પગલા લેવા જઈ રહી છે, જેના ભાગરુપે હવે એક વ્હોટ્સએપ નંબર પણ શહેરીજનોને આપવામાં આવશે.

અમદાવાદ ટ્રાફિક પોલીસ વ્હોટ્સએપ પર મળેલી ફરિયાદ પર ત્વરિત કાર્યવાહી કરીને કલાકોમાં તેનું સોલ્યૂશન લાવી દેવા કામ કરશે. વ્હોટ્સએપ નંબરને ચોવીસે કલાક મોનિટર કરવામાં આવશે. શહેરમાં ક્યાંય પણ કોઈ ટ્રાફિકનો નિયમ ભંગ કરતું હોય તો તેનો ફોટો કે વીડિયો લઈને પણ નંબર પર વ્હોટ્સએપ કરી શકાશે.

કોર્પોરેશન અને પોલીસે સાથે મળીને અમદાવાદમાં ગંભીર બની ગયેલી ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે છેલ્લા કેટલાક દિવસોથી મોટું અભિયાન ચલાવ્યું છે. ઘણી જહેમત બાદ રસ્તા માંડ ખૂલ્લા થયા છે, ત્યારે સ્થિતિ નાગરિકોના સહકારથી લાંબો સમય જળવાઈ રહે તે માટે નક્કર પ્લાન બનાવવા પોલીસ વિચારી રહી છે. શહેરના દરેક ખૂણે પહોંચવું પોલીસ માટે ઘણું મુશ્કેલ છે ત્યારે હવે લોકો પાસેથી તેની માહિતી લેવા માટે પોલીસ વ્હોટ્સએપ નંબર જાહેર કરશે.

અંગે એડિશનલ સીપી (ટ્રાફિક) જે આર મોથલિયાએ જણાવ્યું હતું કે, દિશામાં તૈયારી શરુ થઈ ગઈ છે. ટ્રાફિકના નિયમોના ભંગની ત્વરિત માહિતી મળે તે માટે વ્હોટ્સએપ નંબર ઈશ્યૂ કરવાની કામગીરી ચાલુ છે. જો શહેરીજનોને ક્યાંય ગેરકાયદે પાર્કિંગ થતું દેખાય, કોઈ રોંગ સાઈડમાં આવતું હોય કે રસ્તા પર ફેરિયાઓ દબાણ કરતા હોય તો તેની માહિતી નંબર પર મેસેજ કરી શકશે.

એટલું નહીં, શહેરમાં ક્યાંય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય, કે પછી ટ્રાફિકને લગતી કોઈપણ સમસ્યા હોય તો લોકો તેનો ફોટો કે વીડિયો નંબર પર મોકલી શકશે. પોલીસ તેના પર ત્વરિત એક્શન લેશે, અને નંબર પર આવતા તમામ મેસેજનું તમામ શિફ્ટમાં નિરીક્ષણ કરવામાં આવશે. મેસેજ મળ્યા બાદ તેને જે-તે પોલીસ સ્ટેશન કે ટ્રાફિક અધિકારીને મોકલી દેવાશે.

(6:03 pm IST)
  • એંજલીના જોલીએ પૂર્વ પતિ બ્રેડ પિટ્ને કોર્ટમાં ઘસેડ્યો :અમેરિકી અભિનેતા બ્રેડ પીટ અને અભિનેત્રી એંજલીના જોલી 2016માં લગ્ન બાદ અલગ થયા હતા :હવે એંજલીનાં જોલીએ બ્રેડ પર આરોપ મુક્યો કે તલ્લાકના કેસ દાખલ કર્યા બાદ પિત્ત તેના બાળકોનો ખર્ચ આપતો નથી :પીટે આરોપને ફગાવ્યા ;તેના વકીલે કોર્ટમાં કહ્યું એન્જલિનાને અત્યાર સુધીમાં પીટ 13 લાખ ડોલરથી વધુ રકમ આપી ચુક્યો છે access_time 12:56 am IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST