Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ગુજરાત બેકવર્ડ ક્લાસ કમિશન રદ્દ કરીને કાયમી ધોરણે ગુજરાત રાજ્ય બેકવર્ડ ક્લાસ કમિશનની રચના કરવા માંગણીઃ પાટીદારોના પ્રતિનિધી મંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી

અમદાવાદ: પાટીદારોના એક પ્રતિનિધિ મંડળે બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટીસ સુજ્ઞયા ભટ્ટના વડપણ હેઠળનું પ્રવર્તમાન ગુજરાત બેકવર્ડ ક્લાસ કમિશન રદ કરીને, કાયમી ધોરણે ગુજરાત રાજ્ય બેકવર્ડ ક્લાસ કમિશનની રચના કરવાની માગ કરતી અરજી કરી છે. મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો છે.

ઉમિયા પરિવાર વિસનગર દ્વારા સામાજિક અને આર્થિક પછાત વર્ગ (SEBC)માં કઈ જ્ઞાતિઓ અને સમુદાયના લોકોને સમાવવા અને બાકાત રાખવા તે નક્કી કરવા માટે એક કાયમી મંડળની રચના કરવાની માગ કરી છે. તેમની માગ છે કે કમિશનની રચના સુપ્રીમ કોર્ટે ઈન્દ્રા સાહની કેસમાં આપેલી ગાઈડલાઈન પ્રમાણે થાય. અરજદારે પ્રવર્તમાન કમિશન રદ કરવાની માગ કરી છે કારણકે તે કાર્યકારી હુકમ છે, જે ગેરકાયદેસર છે. અરજીમાં રજૂઆત કરાઈ છે કે, હાલના કમિશનને અપાયેલો પગાર અને ભથ્થા સહિતની તમામ રકમ વ્યાજ સાથે એક ચોક્કસ સમય મર્યાદામાં પાછું મેળવી લેવું.

અરજીમાં માગ કરી છે કે, ઈન્દ્રા સાહની ચૂકાદાનું પાલન કરનારા જવાબદાર અધિકારીઓ અને ભૂલો કરનારા અધિકારીઓની ચોક્કસ જવાબદારી નક્કી થવી જોઈએ. અરજીકર્તાના વકીલ વિશાલ દવેએ દલીલ કરી કે, આજ સુધી સમૃદ્ધ અને પ્રગતિ કરનારી જ્ઞાતિઓને OBC વર્ગમાંથી બાકાત કરાઈ નથી. સરકાર અને રાજકીય પક્ષો જે જ્ઞાતિઓ જોગવાઈનો ફાયદો મેળવીને સમૃદ્ધ અને વિકસિત બની છે તેમને લિસ્ટમાંથી દૂર કરવાને બદલે તેમને વધુને વધુ લાભ આપે છે.

PILમાં રજૂઆત કરાઈ છે કે, સામાજિક અને આર્થિક પછાત વર્ગોમાં કોઈ પણ જ્ઞાતિનો સમાવેશ કરતાં પહેલા પરિણામલક્ષી માહિતી ભાર મૂકવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. અરજીમાં દાવો કરાયો છે કે, કેંદ્ર સરકાર અને નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસ (NCBC) સમૃદ્ધ જ્ઞાતિઓને લિસ્ટમાંથી દૂર કરવા માટેની સામાયિક સમીક્ષા કરાવામાં નિષ્ફળ ગઈ છે. સુપ્રીમ કોર્ટે બે દાયકા પહેલા આપેલા આદેશ છતાં દિશામાં કોઈ પગલાં લેવાયા નથી. જ્યારથી પાટીદાર સમાજે OBCમાં સમાવવાની માગ કરી છે ત્યારથી મુદ્દે હાઈકોર્ટમાં અસંખ PIL અને અરજીઓ થઈ છે.

(6:02 pm IST)
  • એંજલીના જોલીએ પૂર્વ પતિ બ્રેડ પિટ્ને કોર્ટમાં ઘસેડ્યો :અમેરિકી અભિનેતા બ્રેડ પીટ અને અભિનેત્રી એંજલીના જોલી 2016માં લગ્ન બાદ અલગ થયા હતા :હવે એંજલીનાં જોલીએ બ્રેડ પર આરોપ મુક્યો કે તલ્લાકના કેસ દાખલ કર્યા બાદ પિત્ત તેના બાળકોનો ખર્ચ આપતો નથી :પીટે આરોપને ફગાવ્યા ;તેના વકીલે કોર્ટમાં કહ્યું એન્જલિનાને અત્યાર સુધીમાં પીટ 13 લાખ ડોલરથી વધુ રકમ આપી ચુક્યો છે access_time 12:56 am IST

  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST

  • વડોદરામાં ચાંદીનો મોટો જથ્થો પકડાયો :નવાપુરા પોલીસે પકડયો જથ્થો :100 કિલો ચાંદીનો જથ્થો: કારમાં ચાંદી લઈને જતા બે શખ્સોની પોલીસે કરી અટકાયત :બંને શખ્સોની પુછપરછ : મોટી માત્રામાં ચાંદીનો જથ્થો પકડાતા વિવિધ એજન્સી કામે લાગી access_time 10:48 pm IST