Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

અમદાવાદની ગુજકોટ કચેરીના અેમ.ડી.ની ઓફિસની બારીની સામે દારૂની ખાલી બોટલો મળી આવતા ભારે ચર્ચા

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે. અમદાવાદ ગુજકોટના કંમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો મળી આવતા સરકારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જુદી જુદી વિદેશી બ્રાન્ડની દારૂની ખાલી બોટલો મળી આવી છે. એમડી ઓફિસની બારીના સામે દારૂની ખાલી બોટલો પડી રહી હતી. દારૂબંધી હોવા છતાં ગુજકોટ કચેરીમાં દારૂની બોટલો મળી આવતા અનેક પ્રકારના સવાલો ઉભા થાય છે.
ગુજરાતનાં દારૂબંધીનો અમલ માત્ર કાગળ પર કેમ? કેમ ગુજરાતમાં દારૂબંધીનો અમલ થતો નથી? દારૂબંધીનો અમલ કરનાર સામે કેમ કાર્યવાહી થતી નથી? ગુજરાતમાં દારૂબંધીનો અમલ કયારે થશે? ગુજકોટના કંમ્પાઉન્ડમાં કેવી રીતે આવી દારૂની ખાલી બોટલો?
જુદી જુદી વિદેશી બ્રાન્ડની દારૂની ખાલી બોટલો કયાંથી આવી હશે? દારૂબંધી હોવા છતા, ગુજકોટ કચેરીમાં દારૂની ખાલી બોટલો? MD ઓફીસની બારીના સામે કેવી રીતે આવી દારૂની ખાલી બોટલો? સમગ્ર મામલે તપાસ થશે?

(6:00 pm IST)
  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • યમનમાં બસ પર હવાઈ હુમલો :29થી વધુ બાળકોના મોત :30 ઘાયલ ;ઉતરી યમનમાં અશાંત વિસ્તારમાં આ હાવૈ હુમલો સાઉદી અરબના નેતૃત્વવાળા ગઠબંધન દ્વારા એક બસ પર કરાયો :આ ગઠબંધન હુથી વિદ્રોહી વિરુદ્દ લડતા યમન સરકારનું સમર્થન કરે છે :આ હુમલા સમયે બસ શાદ વિસ્તારના દહયાન બજારમાં પસાર થતી હતી access_time 12:57 am IST

  • ગુજકોટના જનરલ મેનેજર ડી.પી મિશ્રા, MD એન. એમ શર્માને સમન્સ:નાફેડના રાજ્યકક્ષાના બ્રાંચ મેનેજર સુધીર મલ્હોત્રાની પણ કરાશે પુછપરછ: રાજ્યભરના વેરહાઉસના MD સંજયનંદનને પણ પાઠવાયું છે સમન્સ access_time 10:47 pm IST