Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

અમદાવાદમાં રથયાત્રાને પગલે BRTSના 5 રૂટ બંધ રાખવા નિર્ણય : 46 રૂટમાં ડાયવર્ઝન કરાયા

રથયાત્રાને પગલે સવારે 6થી બપોરે 2 દરમિયાન AMTSના 105 રૂટની 483 બસોને અસર

અમદાવાદ : સોમવારે રથયાત્રાને લઈને 5 બીઆરટીએસ રુટ બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. જ્યારે કેટલાક રૂટની બસને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. રથયાત્રા નીકળવાની હોઈ સરકાર દ્વારા શહેરમાં રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે

રથયાત્રાને પગલે BRTSના ઝુંડાલથી નારોલ, નરોડા ગામથી ઈસ્કોન ચાર રસ્તા, એસ.પી રીંગ રોડ (ઓઢવ)થી એલ.ડી. એન્જિનિયરીંગ, RTO સર્ક્યુલર રૂટ તથા RTO એન્ટીસર્ક્યુલર રૂટ બંધ રહેશે. જ્યારે 3 રૂટમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરમાં રથયાત્રાને પગલે સવારે 6થી બપોરે 2 દરમિયાન AMTSના 105 રૂટની 483 બસોને અસર થશે. જેમાં 46 રૂટ પર 271 બસોને ડાયવર્ઝન અપાયું છે. 57 જેટલા રૂટને ટૂંકાવવામાં આવ્યા છે અને 2 રૂટ પરની બસોને બંધ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી અમદાવાદમાં અષાઢી બીજ 12મી જુલાઈએ યોજાનારી 144મી ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રવિવાર તા.11મી જુલાઈના સાંજે 6.30 કલાકે જગન્નાથ મંદિર જશે અને ભગવાન જગન્નાથની સંધ્યા આરતી – દર્શનમાં સહભાગી થશે.

સોમવારની દિવસે ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નિકળવાના છે. રથયાત્રાના તમામ રુટ પર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. સમગ્ર રૂટ પર બેરિકેટિંગ, થ્રી લેયર બેરીકેટિંગ,પોલીસ બંદોબસ્ત અને અખાડા તેમજ અવનવી ઝાંખીની બાદબાકી કરવા માટે પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. જે પ્લાન હાલ મંજુર થઈ ગયો હતો અને તે જ રીતે રથયાત્રા નીકળશે. આ વખતે માર્ગ પર અખાડા, ભજનમંડળીઓ વિના જ રથયાત્રા નીકળશે અને ગણતરીના કલાકોમાં પૂર્ણ થઈ જશે.

રથયાત્રા બંદોબસ્ત

DCP અને તેનાથી ઉપરની કક્ષાના અધિકારી -42

ACP-74
PI-230
PSI-607
પોલીસકર્મી -11800
SRP કંપની-34
CAPF કંપની-9
ચેતક કમાન્ડો-1હોમગાર્ડ-5900
BDDS ટીમ-13
QRT ટીમ-15

(12:27 am IST)