Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

માંડણ ગામ નજીક બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માતમાં એકનું મોત: બે ને ઇજા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નાંદોદ તાલુકાના માંડણ ગામ પાસે બે બાઇકો વચ્ચે અકસ્માત થતા એક યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે બીજી મોટરસાઇકલ ચાલાક અને તેમના બાળકને ઇજાઓ થઈ છે
  મળતી માહિતી અનુસાર શનાભાઈ દમણીયાભાઈ વસાવા( રહે-ધાટોલી,તા-ડેડીયાપાડા જી.નર્મદા) ની ફરીયાદ મુજબ મોટરસાઈકલ નંબર GJ.22.J.5514 નો ચાલકે પોતાની મો.સા પુર ઝડપે હંકારી લાવી તેમના દીકરા અરવિંદની મોટર સાઈકલ નંબર GJ.22.L.3991ની સાથે અકસ્માત કરી અરવીંદભાઈ શનાભાઈ વસાવા( ઉ.વ.૨૭) ને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી સ્થળ ઉપર મોત નિપજાવી તેમજ એક્સીડેંટ કરનાર મો.સા ચાલકને તથા તેમના બાળકને શરીરે ઈજાઓ પહોચાડતા રાજપીપળા પોલીસે અકસ્માત કરનાર મો.સા.ચાલાક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:46 pm IST)