Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં 72 તાલુકામાં વરસાદ : સૌથી ધોરાજીમાં 3.3 ઈંચ ખાબક્યો :સુરતમાં 2.4 ઈંચ, અને ધરમપુરમાં 2.3 ઈંચ વરસાદ

72 તાલુકામાં સરેરાશ 1 મિલીમીટરથી લઈને 3 ઈંચ સુધી વરસાદ નોંધાયો.

અમદાવાદ :  રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે .કોઈ જિલ્લામાં વધુ વરસાદ પડ્યો તો કેટલાક જિલ્લામાં હળવો વરસાદ પડ્યો છે  સવારે 6 થી સાંજે 6 સુધીમાં રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદ પડ્યોછે રાજ્યના 72 તાલુકામાં સરેરાશ 1 મિલીમીટરથી લઈને 3 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે .

  સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં 3.3 ઈંચ, સુરત શહેરમાં 2.4 ઈંચ, વલસાડના ધરમપુરમાં 2.3 ઈંચ, વલસાડના ઉમરગામમાં 2.04 ઈંચ, જૂનાગઢના માળીયામાં 1.8 ઈંચ, જૂનાગઢના માણાવદરમાં 1.6 ઈંચ, નવસારીના જલાલપોરમાં 1.4 ઈંચ, નવસારીમાં 1.2 ઈંચ, ગીરસોમનાથનના કોડીનારમાં 1.2 ઈંચ, બનાસકાંઠાના અમીરગઢમાં 1.1 ઈંચ સહિત અનેક તાલુકામાં વરસાદ પડ્યો હતો.

(9:54 pm IST)