Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સાબરકાંઠા પંથકમાં વરસાદી માહોલ છવાયો: પોશીના,ખેડબ્રહ્મા અને વડાલીમાં વરસાદનું આગમન

સાબરકાંઠા જિલ્લામાં 20 દિવસ બાદ વરસાદનું આગમન થયું છે. ભારે ઉકળાટ વચ્ચે વરસાદથી ઠંડક પ્રસરી છે. જેમાં પોશીના,ખેડબ્રહ્મા અને વડાલીમાં વરસાદનું આગમન થયું છે. પોશીના અને ખેડબ્રહ્મામાં વરસાદી ઝાપટું બાદ વરસાદના છાંટા પડયા હતા. વડાલીના કુબા ધરોલ પંથકમાં પવન સાથે ઝરમર વરસાદ નોંધાયો છે.

(8:31 pm IST)