Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

હિંમતનગરના કાંકણોલ નજીક બે પીકઅપ ડાલામાંથી કતલખાને લઇ જવાતા 15 અબોલ પશુઓને બચાવવામાં આવ્યા

હિંમતનગર:નજીકના કાંકણોલ ગામના સ્ટેન્ડ પાસેથી પોલીસે બાતમી આધારે બે પીકઅપ ડાલામાંથી  કતલખાને લઈ જવાતા ૧૫ અબોલ જીવોને બચાવી લઈ મોડાસાના રાણાસૈયદ અને ચાંદટેકરીના બે શખ્સોને ઝડપી લીધા હતા. બન્ને શખ્સો અબોલ જીવોને પાણી-ઘાસચારાની વ્યવસ્થા વિના િંહંમતનગરના હાજીપુરાની મંડીમાં વેચવા માટે નીકળ્યા બાદ પોલીસની ઝપટે ચડયા હતા.

પોલીસે અબોલ જીવો અને બે વાહનો સાથે કુલ રૃા. ૬.૪૫ લાખનો મુદમાલ કબ્જે લઈ બન્ને શખ્સો વિરૂધ્ધ પ્રાણી કૃરતા અધિનિયમ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

પોલીસે  શુક્રવારે સવારે કાંકણોલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમિયાન ગાંભોઈ તરફથી બે બોલેરો પીકઅપ ડાલામાં ગેરકાયદેસર રીતે પશુઓ ભરીને હિંમતનગરમાં કતલખાને લઈ જવા નીકળ્યા હોવાની બાતમી મળતા પોલીસે કાંકણોલના સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી.

(6:23 pm IST)