Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સાણંદ તાલુકાના અણદેજ ગામે ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ચાર શકુનિઓને ઝડપી પાડયા

સાણંદ:તાલુકાના અણદેજ ગામે જુગારધામ ચાલતું હોવાની સાણંદ શહેર પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ચાર જુગારી જુગાર રમતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે તેઓની પાસેથી ૧૦,૨૩૦ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી.

સાણંદ તાલુકાના અણદેજ ગામના બસ સ્ટેન્ડ પાસે અણદેજ ઇયાવા નેળીયાવાસ પાસે લીમડાના ઝાડ નીચે જુગાર રમતા હોવાની સાણંદ શહેર પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે રેડ કરતાં જુગાર રમતાં અણદેજ ઇયાવા વાસમાં રહેતા મુસ્તુ નિઝમભાઇ વાઘેલા,સીકંદર ભીખાભાઇ વાઘેલા અને જાકીર કાળુભાઇ જાદવ તેમજ અણદેજના કમશીપુરા વાસમાં રહેતો સાહિલ ઉસ્માનભાઇ કુરેશી રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે તેઓની પાસેથી ૧૦,૨૩૦ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. સાણંદ પોલીસે દારૂની હાટડીઓ અને જુગારીઓ પર સપાટો બોલાવી દીધો છે. જેના પગલે બુટલેગરો અને જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તો પોલીસે તમામ શખ્સો વિરૂધૃધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(6:23 pm IST)