Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

અમદાવાદના ગોમતીપુરામાં લગ્ન પ્રસંગે ગીતો વગાડવા જેવી બાબતે થયેલ તકરારમાં હુમલાનો પ્રયાસ થતા ગુનો દાખલ

અમદાવાદ: શહેરનાગોમતીપુરમાં લગ્ન પ્રસંગે ગીતો વગાડવા બાબતે તકરાર થઇ હતી. જેમાં ટીઆરબી જવાનને માર મારીને ચાકુથી હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 ગોમતીપુર વિસ્તારમાં રામીની ચાલી સામે ઔડાના મકાનમાં રહેતા અને અમદાવાદમાં ટીઆરબી જવાન  તરીકે નોકરી કરતા પ્રહલાદભાઇ પ્રકાશભાઇ પટણી (ઉ.વ.૨૧)એ ગોમતીપુરમાં ઔડાના મકાનમાં રહેતા લંકેશ ઉર્ફે સાજન રાજેશભાઇ મારવાડી તથા અજય ઉર્ફે ટલ્લી સુરેશભાઇ પટણી તેમજ  પિન્કી બહેન પટણી સામે ફરિયાદ નોંધાવી છે કે  ગઇકાલે ફરિયાદીની બહેનના લગ્ન હતા જેથી લાઉડ સ્પીકર ઉપર વિદાયના ગીતો વાગતા હતા. જેથી લંકેશે આવીને પ્રેમ ગીતો વગાડવાની વાત કરી હતી,

જેથી મારી બહેનનો લગ્ન પ્રસંગ હોવાથી આવા ગીતો વગાડી શકાય નહી તેમ કહેતા ફરિયાદીના ભાઇએ તેવા ગીતો વગાડયા હતા જો કે લગ્નમાં આવેલા સગાએ પ્રેમ ગીતો વગાડવાની ના પાડતાં લાઉડ સ્પીકર બંધ કરી દીધુ ંહતું. જેથી આરોપીઓએ આવીને તકરાર કરીને જોઇ લેવાની ધમકી આપી હતી. ત્યારબાદ ે બહેનની વિદાય બાદ મોડી રાત આરોપી લંકેશે આવીને મારી મન પસંદ ગીતો કેમ લગાડયા નહી તેમ કહીન ેમારામારી કરી હતી.

(6:22 pm IST)