Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સુરતના કતારગામમાં આર્થિક તંગીથી કંટાળી રત્નકલાકારના યુવાને પાણીમાં ઝંપલાવી મોતને વ્હાલું કરતા અરેરાટી

સુરત : ગુરૃવારે ગુમ થયેલા કતારગામના રત્નકલાકારના યુવાન પુત્રની આજે સવારે ચોકબજાર તરફ કોઝવેના પાણીમાંથી લાશ મળી આવી હતી.

ફાયર અને પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ કતારગામના શિવલોક રેસીડન્સીમાં રહેતો 18 વર્ષીય  સાગર કાન્તીભાઇ ઘાસકટા ગુરૃવારે બપોરે ઘરેથી નીકળી ગયો હતો.જેથી તેના પરિવારજનો અને સંબંધીઓએ શોધખોળ શરૃ કરીને કતારગામસિંગણપોરચોકબજાર પોલીસ મથકમાં જઇને જાણ કરી હતી.આજે સવારે ચોકબજાર તરફ કોઝવેના પાણીમાં તેનો મૃતદેહ દેખાતા સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે મૃતદેહ કાઢીને પોલીસને સોપ્યો હતો.

તે દરમિયાન સાગરના પરિવારના સભ્યો ત્યાંથી પસાર થતા તેમણે તેની ઓળખ કરી હતી.  પોલીસ સુત્રોએ કહ્યુ કે સાગર મુળ અમરેલીનો વતની હતો. તે યોગ્ય નોકરીની શોધમાં હતો પણ તેને નોકરી નહી મળતા હતાશ થઇને આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. તેનો એક ભાઇ છે.તેના પિતા રત્નકલાકાર તરીકે કામ કરે છે.આ અંગે ચોકબજાર પોલીસે તપાસ હાથ ઘરી છે.

(6:19 pm IST)