Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

તારાપુર તાલુકાના ગોરાડ ગામે એકલી રહેતી પરિણીતા પર દુષ્કર્મ આચરનાર ગામના જ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

તારાપુર:તાલુકાના ગોરાડ ગામે ઘરે એકલી રહેલી પરિણીતા પર ગામના જ એક શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ અંગે પરિણીતાએ તારાપુર પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગામની જ એકલી રહેલી પરણીતા પર ગામના જ એક શખ્સ દ્વારા જબરજસ્તી દૂષ્કર્મ આચરવામાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

તારાપુર તાલુકાના ગોરાડ ગામની પરણીતા ગત ૧૭મી જૂનના રોજ રાત્રે ઘરમાં એકલી હતી તે દરમિયાન ગામનો જ માલદેવસિંહ ધીરુભા ગોહિલ રહે. સ્વામિનારાયણ મંદિર પાસે, રહે - ગોરાડ, ઘરમાં આવી પરિણી પર બળજબરીપૂર્વક જાતીય અત્યાચાર ગુજારી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પરિણીતાએ તારાપુર પોલીસ મથકે ફરિયાદ કરતા તારાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગામની જ પરિણીતા પર અત્યાચાર ગુજારી દુષ્કર્મ આચરનાર આરોપી હાલ ફરાર હોઈ તારાપુર પોલીસે આરોપીની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

(6:13 pm IST)