Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં પસાર થતી નદીમાં રાત્રીના સમયે ખનીજ ચોરી કરતી ટોળકીને ઝડપવા પોલીસ તંત્ર સજાગ

બનાસકાંઠા: શહેરના કાંકરેજ તાલુકામાં પસાર થતીમાં બનાસનદીના પટમાં રાત્રીના સમયે ચાલતી ખનન અને ખનીજ ચોરીને ઝડપી પાડવા માટે જિલ્લા ભૂસ્તર તંત્રની ટીમે રાત્રીના સમયે કસલપુર ગામે ડમ્પરમાં બેસીને મેઘા ઓપરેશન પાર પાડયું હતું. જેમાં ખનન અને ખનીજ ચોરી કરતા રૃ.૮૦ લાખના વાહનો ઝડપી પાડી ખનીજ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસસિપુ સહિતની નદી તેમજ વ્હોળામાં ખનીજ ચોરો દ્રારા મોટા પાયે ખનીજની ચોરી કરવામાં આવી રહી હોય સરકારી સંપત્તિ ની ચોરીને અટકાવવા જીલ્લા ભૂસ્તરશાીની કચેરી દ્વારા અવાર નવાર રેડ કરી આવા ખનીજ માફિયાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાંકરેજ તાલુકાના કસલપુર ગામે મોટાપાયે  ખનન અને ખનીજ ચોરી થઈ રહી હોવાનું બાતમી ના આધારે છે. જિલ્લા ભૂસ્તર શાી સુભાષ જોશી અને તેમની ટિમ રાત્રીના અંધારામાં ડમ્પરમાં બેસી કસલપુર બનાસનદી પટને અડીને આવેલ ગૌચર જમીનમાં ચાલતા ખનન સ્થળે દરોડો કર્યો હતો જ્યાં  ગેરકાયેસર ખોદકામ કરતા અને રોયલ્ટી ચોરી કરતા રૃ.૮૦ લાખ ની કિંમતના એક હીટાચી મશીન સહિત ત્રણ ડમ્પર ઝડપી લેવામાં આવ્યા હતા અને ખનન કરનાર ભૂમાફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

(6:12 pm IST)