Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સુરતમાં સૌથી મોટી રથયાત્રા સહિત અન્ય રથયાત્રા નહિ નીકળે

અજય કુમાર તોમરના માર્ગદર્શનમાં એડી.પોલીસ કમિશનર એચ.આર.મુલિયાણા દ્વારા અદભૂત કાર્ય : ઇસ્કોન મંદિરની રથયાત્રાના રૂટવાળા વિસ્તારમાં જે તે સમયે કોરોના ફાટી નીકળેલ, ખૂબ ધાર્મિક વૃત્તિ ધરાવતાં અધિકારીઓની સમજાવટ બાદ મંદિર પ્રશાસન દ્વારા માનવ ધર્મ સહથી ઉપર રાખી નિર્ણય કરતા ભારે આવકાર

રાજકોટ તા.૧૦, અમદાવાદમાં પરંપરાગત નીકળતી રથયાત્રા માટે મંદિર પ્રશાસન અને ભાવિકો દ્વારા પ્રંચડ માગને ધ્યાને લઇ ગાંધીનગર દ્વારા આવી મંજૂરી પ્રતિતાત્મક મંજૂરી આપવામાં આવી છે, અન્ય શહેરમાં પણ આવી મંજૂરીઓ ભાવિકોની લાગણી સમજી આપવામાં આવી છે,પરંતુ સુરત શહેર કે જયાં કૉવીડ મહામારિની પરિસ્થિતિ તથા સંભવિત ત્રીજી લહેર ધ્યાને લઇ સહુથી મોટી રથ યાત્રા ન નીકળે તે માટે સમજાવટ કરવામાં સફળતા મળી છે.

 ઉકત બાબતે પોલીસ કમિશનર અજય કુમાર તોમરના પ્રતિનિધિ સ્વરૂપે પોતના બહોળા અનુભવ અને લોક સંપર્ક માટે જાણીતા એડી.સીપી એચ.આર.મુલિયાણા દ્વારા કે જે પોતે પણ ખૂબ ભાવિક છે તેમણે મંદિર પ્રશાસનને કહ્યું કે, જે વિસ્તારમાંથી આપ રથયાત્રા કાઢવા ઇચ્છો છો તે વિસ્તારમાં કોરોનાના કેસો પિક ઉપર હતા. માંડ માંડ પરિસ્થિતિ રાજ્ય સરકારે લોકોના સહયોગથી કાબૂમાં લીધી છે, લોકોની ભીડ થયા વગર રહેશે નહિ,અને આપણે કોરોના ત્રીજી લહેર માટે નિમિત્ત બની જશું.  

એડી.પોલીસ કમિશનર એચ.આર.મુલિયાણા ખૂબ ધાર્મિક વૃત્તિના હોવાની બાબત સારી રીતે સમજતા ઇસ્કોન મંદિર દ્વારા લોકોના વિશાળ હિતમાં જાતે પોલીસ કમિશનર અજયકુમાર તોમરને મળી હોંશે હોંશે લેખિત ખાત્રી આપી માનવ ધર્મ સહુથી ઉપર હોવાની પ્રતીતિ કરાવી અનોખી મિશાલ પ્રસ્થાપિત કરી છે.

આ રીતે પોલીસ કમિશનર અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ ઇસ્કોન દ્વારા સુરતમાં ૧૪ કી.મી.રથ યાત્રા સાથે અન્ય ૫ાંચ રથયાત્રા નહિ કાઢવાના નિર્ણયને સમાજના જાગૃત લોકો દ્વારા આવકાર આપવામાં આવી રહ્યો છે.

(1:00 pm IST)